Sunday, 01/06/2025
Dark Mode

કરોડો રૂપિયાના ખર્ચે મંજૂર થયેલા રસ્તાઓમાં તંત્રની મીલી ભગત કે આખ આડા કાન.?સંજેલીમાં નવિન રસ્તાની કામગીરી પૂર્ણ થાય તે પહેલા જ પ્રથમ વરસાદે જ તંત્રની પોલ ખોલી,ઠેર-ઠેર ગાબડા પડ્યા.

August 7, 2023
        311
કરોડો રૂપિયાના ખર્ચે મંજૂર થયેલા રસ્તાઓમાં તંત્રની મીલી ભગત કે આખ આડા કાન.?સંજેલીમાં નવિન રસ્તાની કામગીરી પૂર્ણ થાય તે પહેલા જ પ્રથમ વરસાદે જ તંત્રની પોલ ખોલી,ઠેર-ઠેર ગાબડા પડ્યા.

મહેન્દ્ર ચારેલ :-  સંજેલી

કરોડો રૂપિયાના ખર્ચે મંજૂર થયેલા રસ્તાઓમાં તંત્રની મીલી ભગત કે આખ આડા કાન.?

સંજેલીમાં નવિન રસ્તાની કામગીરી પૂર્ણ થાય તે પહેલા જ પ્રથમ વરસાદે જ તંત્રની પોલ ખોલી,ઠેર-ઠેર ગાબડા પડ્યા.

સંજેલી તા.07

સંજેલી નગરમાં રસ્તાની કામગીરી પૂર્ણ થાય તે પહેલા જ રસ્તો તૂટ્યો લાખો કરોડોના ખર્ચે મંજુર થયેલા રસ્તાની મંથરગતિએ ચાલતી કામગીરી અને હલકી તેમજ નબળી ગુણવત્તાનું મટીરીયલથી બનાવેલ રસ્તાની પોલ પ્રથમ વરસાદ જ ખોલી નાખી છે.

ઝાલોદ રોડ મામલતદાર ગેટ આગળ તેમજ આમલી ફળિયામાં રસ્તો પૂર્ણ થાય તે પહેલા જ રોડ પર ખાડા પડી ગયા છે.સંજેલી નગરમાં મામલતદાર કચેરી સંતરામપુર રોડ અને પ્રજાપતિ ફળિયા વચલી ગલી રાજમહેલ રોડ સહિતના પાંચ જેટલા રસ્તાઓ ગટર સાથે લાખો રૂપિયાના ખર્ચે મંજૂર થતા જ કોન્ટ્રાક્ટર દ્વારા મંથર ગતિએ ઝાલોદ રોડ પરથી તાલુકા પંચાયતના ગેટથી સંતરામપુર તરફ જવાના જુના બસ સ્ટેશન સુધીની રસ્તાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા મંથરગતિએ કામ કરી તેમજ હલકું અને નબળીકક્ષાનું મટીરીયલ વાપરી અને કામગીરી કરવામાં આવતા જ સ્થાનિક લોકોમાં નારાજગી જોવા મળી હતી. આવા કોન્ટ્રાક્ટર સામે જિલ્લાના તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે ખરી?તંત્ર દ્વારા કોઈપણ જાતની પરવા કે ધ્યાનમા લીધા વગર જ રસ્તાની કામગીરી ચકાસણી ન રખાતા હાલ રસ્તો પૂર્ણ થાય તે પહેલા જ ઝાલોદ રોડ, મામલતદાર ગેટ આગળ તેમજ આમલી ફળિયા વિસ્તાર ગ્રામીણ બેંક સહિત ઠેર ઠેર પ્રથમ વરસાદે જ તંત્રની પોલ ખોલી નાખી આ બાબતે તંત્ર દ્વારા લે ભાગુ કોન્ટ્રાક્ટરને કાર્યવાહી કરવામાં આવશે કે પછી ભીનું શકેલાય જશે તેવી સંજેલી નગરમાં ચર્ચા વિષય બનવા પામ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!