
મહેન્દ્ર ચારેલ :- સંજેલી
પંચાયત તંત્રને વારંવાર રજૂઆત છતાં પંચાયત તંત્ર ઘોર નિંદ્રામાં..સંજેલી નગરમાં વહેલી તકે સ્ટ્રીટ લાઈટ ચાલુ કરવા ગ્રામજનોની માંગ ઉગ્ર બની…
સંજેલી તાલુકો હોવા છતાં તંત્રની નબળી કામગીરી,સ્ટ્રીટ લાઈટ બંધ રહેતાં અંધારપટ છવાયું
સંબંધિત વિભાગના અધિકારીઓને અનેકવાર લેખિત મૌખિક રજૂઆત છતાં તંત્રનું પેટનું પાણી પણ હાલતું નથી?
સંજેલી તા.07
સંજેલી તાલુકો હોવા છતાં પણ સંજેલી નગરમાં ચારે બાજુ અંધારું અંધારું જોવા મળતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહયો છે. કોઈ અંધારાનો લાભ ઉઠાવી ન જાય અથવા કોઈ મોટી ઘટનાની રાહ જોઈ રહી હોય તેમ સંજેલી પંચાયત તંત્ર ની લાપરવાહી ના કારણે અવાર-જવર કરતા સ્થાનિકો તેમજ ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.સંજેલીમાં છેલ્લા 8 દિવસથી માંડલી રોડ, પંચાલ ફળિયુ, ઝાલોદ રોડ, ચામડિયા ફળિયા સહિતના માર્ગો પર સ્ટ્રીટ લાઈટો માત્ર સોભવાના ગાંઠિયા સમાન લગાવવામાં આવી હોય તેમ રાત્રી દરમિયાન શરૂ ન થતા અવરજવર કરનાર તેમજ રાત્રી દરમિયાન સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સરકાર દ્વારા દર વર્ષે એલ.ઇ.ડી.ની ખરીદી માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે.પરંતુ સંજેલીમાં હજી સુધી મોટાભાગના થાંભલા ઉપર ટ્યુબ લાઇટો જ જોવા મળી રહી છે. તંત્ર દ્વારા ખરીદવામાં આવતી સ્ટ્રીટ લાઈટો કોઈ પણ જાતની ટેન્ડર પધ્ધતિ વિના કે યોગ્ય કંપનીની સારી ક્વોલિટીની ખરીદવાને બદલે માત્ર નામ પૂરતી જ બજારમાં મળતી સ્ટ્રીટ લાઈટોની ખરીદી કરી અને લગાવી દેવામાં આવતી હોય છે. જે માત્ર ગણતરીના દિવસોમાં ફેલ થઈ જતા નગરમાં અંધારું છવાઈ જતું હોય છે. તંત્ર દ્વારા વહેલી તકે સ્ટ્રીટ લાઈટ ચાલુ કરે તેવી માંગ ઉઠવા પામી છે..