મહેન્દ્ર ચારેલ :- સંજેલી
સંજેલીના સરોરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજનાના કાર્ડ કાઢી આપવા અંગે કેમ્પ યોજાયો.
સંજેલી તા.06
દાહોદ જીલ્લાના સંજેલી તાલુકાના સરોરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હસ્તકના હેલ્થ ઍન્ડ વેલનેસ સેન્ટર કોટા ખાતે આયુષમાન ભારત પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના “પી. એમ.જે.એ.વાય.- મા”યોજના અંતર્ગત કાર્ડ કાઢવાના માટેનો કેમ્પ ગત રોજ યોજવામાં આવ્યો હતો. જેનો સામાન્ય નાગરિકોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો. કેમ્પમાં ૧૦૭ કાર્ડ કાઢી આપવામાં આવ્યાં હતા. આયુષમાન ભારત પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજનાનું કાર્ડ જે નાગરિકોનું બાકી છે. તેઓ નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી પણ કઢાવી શકે છે.