Sunday, 08/09/2024
Dark Mode

મહીસાગર જિલ્લાના લુણાવાડા નજીક લગ્નની પાઘડી લઈ પરિવાર ટેમ્પો ભરીને નીકળ્યોને રસ્તામાં જ અકસ્માત: આઠ લોકોના મોત 35 થી વધુ ઈજાગ્રસ્ત..

February 22, 2023
        1461
મહીસાગર જિલ્લાના લુણાવાડા નજીક લગ્નની પાઘડી લઈ પરિવાર ટેમ્પો ભરીને નીકળ્યોને રસ્તામાં જ અકસ્માત: આઠ લોકોના મોત 35 થી વધુ ઈજાગ્રસ્ત..

ઇલ્યાસ શેખ :- સંતરામપુર

મહીસાગર જિલ્લાના લુણાવાડા નજીક લગ્નની પાઘડી લઈ પરિવાર ટેમ્પો ભરીને નીકળ્યોને રસ્તામાં જ અકસ્માત: આઠ લોકોના મોત 35 થી વધુ ઈજાગ્રસ્ત..

લુણાવાડા નજીક સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં જ્યાં જુઓ ત્યાં મૃતદેહો નજરે પડ્યા..

લુણાવાડા જનરલ હોસ્પિટલ 108 ના સાયરનથી ગુંજ્યું: બીજા ગ્રસ્તોને જનરલ હોસ્પિટલ સહિત આસપાસના હોસ્પિટલમાં રિફર કરાયા…

લુણાવાડા તા.22

મહીસાગર જિલ્લાના લુણાવાડા નજીક લગ્નની પાઘડી લઈ પરિવાર ટેમ્પો ભરીને નીકળ્યોને રસ્તામાં જ અકસ્માત: આઠ લોકોના મોત 35 થી વધુ ઈજાગ્રસ્ત..લુણાવાડાના અરીઠા પાસે આજરોજ સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં આઠ લોકોના મોત નીપજવા પામ્યા છે જ્યારે 35 જેટલા લગ્નની પાઘડી લઈને જતા આ પરિવારમાં તેમજ મહિલાઓને બાળકો પણ ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળે છે.લગ્નની પાઘડી લઈ પરિવારજનો ટેમ્પામાં સવાર થઈ જઈ રહ્યા હતા તે સમયે રસ્તામાં ટેમ્પો અને કાર સામ-સામે બાદ ટેમ્પો પલ્ટી મારતા પ્રાથમિક તબક્કે માહિતી પ્રાપ્ત થઈ છે.

મહીસાગર જિલ્લાના લુણાવાડા નજીક લગ્નની પાઘડી લઈ પરિવાર ટેમ્પો ભરીને નીકળ્યોને રસ્તામાં જ અકસ્માત: આઠ લોકોના મોત 35 થી વધુ ઈજાગ્રસ્ત..મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના અરીઠા ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં ગઢા ગામથી સાત તળાવ ગામેં લગ્નની પાઘડીએ જતા સમયે સર્જાયો ગમખ્વાર અકસ્માત જેમાં લુણાવાડા તરફથી આવતી કાર અને ટેમ્પો સામ-સામે ભટકાયા હતા.જેમાં ટેમ્પો પલટી ખાતા સ્થળ પર જ 8 લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે અને 35 થી વધુ લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા છે. જેને સારવાર માટે લુણાવાડાની જનરલ હોસ્પિટલ,વિનાયક હોસ્પિટલ સહિતની શહેરની અલગ અલગ હોસ્પિટલોમા રીફર કરવામાં આવ્યા છે. ઘટના સ્થળે 5 જેટલી 108 વાન બોલવાઈ છે. તેમજ લુણાવાડા પોલીસ, LCB SOG સહિત ઘટના સ્થળે પહોંચ્યા છે. આ અકસ્માતમાં મૃત્યુ આંક વધવાની શકયતા છે.જોકે આ અકસ્માતમાં મહિલાઓ અને બાળકો પણ ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવી રહ્યું છે..

અકસ્માત બાદ સાંસદ ધારાસભ્યો તેમજ રાજનેતાઓ સિવિલ હોસ્પિટલ દોડ્યા..

અકસ્માત ની કરુણ ઘટના બનતા પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ લુણાવાડા ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ સહિત રાજકીય પાર્ટીના નેતાઓ અને સામાજિક કાર્યકરો લુણાવાડાની જનરલ હોસ્પિટલ ખાતે પોહચીને ઇજાગ્રસ્તોને મળ્યા હતા તેમજ મૃત્યુ પામેલ લોકના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.

લુણાવાડા હાઇવે પર ગોઝારા અકસ્માતમાં આઠ લોકોના મોત : 35 થી વધુ ઈજાગ્રસ્ત.

અકસ્માતના બનાવમાં સ્થળ પર જ 5 લોકોના મૃત્યુ થાય છે તેમજ ગોધરા રીફર કરલે બે લોકોના મૃત્યુ થાય છે. અત્યાર સુધીમાં આ ગોઝારી ઘટનામાં કુલ 8 લોકોના મોતના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે જેમાં ગડા ગામના જયંતિભાઈ મસૂરભાઈ તરાળ, નાનાભાઈ ભૂરાભાઈ તરાળ, રમણભાઈ સુખાભાઈ તરાલ તેમજ નાની પાલ્લી ગામના બે લોકો વાઘાભાઈ માસુરભાઈ બારીયા, અરવિંદભાઈ નાનાભાઈ બારીયા આમ સ્થળ પર કુલ 8 લોકોના કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે તેમજ ગંભીર ઇજગ્રસ્તોને વધુ સારવાર માટે ગોધરા ખસેડાયા હતા જેની પણ હાલ માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે તેમાંથી પણ બે લોકોના મોત નિપજ્યા છે.જેમાં જયંતીભાઈ પૂજાભાઈ માલિવાડ અને અન્ય એક એમ મળી કુલ બે લોકોના મોત થયા છે સમગ્ર અકસ્માતની ઘટનામાં અત્યાર સુધીમાં 8 લોકોના મોતના થઈ ચૂક્યા છે અને આ આંકનો હજી વધી પણ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!