
રિપોર્ટર :- રાજેશ વસાવે
લીમખેડા તાલુકાના ઘૂંટીયા ગામના નરાધમે 19 વર્ષીય યુવતીને બળજબરીપૂર્વક અંબા ગામના જંગલમાં લઇ જઈ દુષ્કર્મ આચર્યુ
દુષ્કાળનો ભોગ બનેલી પીડિતાએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે યુવક વિરુદ્ધ ગુનો નોંધ્યો…
દાહોદ તા.05
લીમખેડા તાલુકાના ગામના ઘૂંટીયા ગામના નરાધમે 19 વર્ષીય યુવતીને મોટરસાયકલ પર બેસાડી નજીકના અંબા ગામના જંગલમાં લઈ જઈ યુવતી ઉપર બળજબરીપૂર્વક પાશવી બળાત્કાર ગુજાર્યાંનું જાણવા મળેલ છે.
લીમખેડા તાલુકાના ઘૂંટીયા ગામના નિશાળ ફળિયાના સાયબા ભાઈ હરસિંગભાઈ આંમલિયારે લીમખેડા તાલુકાની 19 વર્ષીય યુવતીને મોટરસાયકલ પર બેસાડી નજીકમાં અંબા ગામના જંગલમાં લઈ જઈ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ વાસનાના ભૂખ્યા આ નરાધમના ચૂંગાલમાંથી છૂટેલી યુવતીએ ઘરે આવી પોતાના માતા પિતાને પોતાની આપવીતી જણાવતા તેઓ પણ ચોકી ઉઠ્યા હતા. દુષ્કર્મનો ભોગ બનેલી પીડિતાએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા લીમખેડા પોલીસે ઉપરોક્ત યુવક વિરુદ્ધ દુષ્કર્મ નો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.