ગૌરવ પટેલ, લીમખેડા
લીમખેડાના સમાજ સેવક તેમજ પત્રકારના જન્મદિવસની ઉજવણીના રક્તદાન કેમ્પમાં 103 યુનિટ રક્ત એકત્ર
લીમખેડા નગરના સમાજસેવક દિનેશ શાહના જન્મદિવસની પ્રેરણાદાયક ઉજવણી
સાંસદ જશવંતસિંહ ભાભોરે સાલ ઓઢાડી ભોરિયું પહેરાવી રક્તદાન કેમ્પ ખુલ્લો મુક્યો.
લીમખેડા
લીમખેડા નગરના સમાજસેવક અને પત્રકાર દિનેશભાઇ નંદકિશોર શાહના 57માં જન્મ દિવસના ભાગરૂપે લીમખેડા રામજી મંદિરની સમાજવાડીમાં રેડક્રોસ સોસાયટી ગોધરા પંચમહાલના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પ યોજી અનોખી અને પ્રેરણાદાયક ઉજવણી કરવામાં આવી હતી.આ કેમ્પનું ઉદ્ધાટન પૂર્વ કેન્દ્રિય મંત્રી અને દાહોદ જિલ્લાના લોકલાડીલા સાંસદ જશવંતસિંહ ભાભોર લીમખેડાના ધારાસભ્ય શૈલેશભાઈ ભાભોર દાહોદ જિલ્લા ભાજપના મહામંત્રી સ્નેહલ ધરીયા,જીલ્લા પંચાયત ઉપપ્રમુખ સરતનભાઈ ચૌહાણ ચેરમેન રમીલાબેન રાવત લીમખેડા તાલુકા ભાજપ મહામંત્રી અનિલ શાહ જીલ્લા પંચાયત સભ્ય છત્રસિંહ મેડા ટી.કે.બારીયા ડો.ઉમેશ સથવારા સરપંચ દિનેશભાઈ ભરવાડ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.સાંસદ જસવંતસિંહ ભાભોરે દિનેશભાઈ શાહને માનવતાના ઉમદા કાર્યને બિરદાવી ચાંદીનું ભોંયરું તથા સાલ પહેરાવી સમ્માન કર્યું હતું.રકતદન કેમ્પમાં કુલ103 યુનિટ રક્ત એકત્રિત થયું હતું.રેડક્રોસ સોસાયટી ગોધરા પંચમહાલના ડો પંચાલે રક્તદાન કેમ્પનું સફળ સંચાલન કરી કેમ્પને ખૂબજ સફળ ગણાવ્યો હતો. શાહ પરિવાર દ્વારા આ ચોથો રક્તદાન કેમ્પ કરવામાં આવ્યો હતો.રક્તદતા તમામનો દિનેશભાઇ શાહે આભાર વક્ત કર્યો હતો.