Tuesday, 16/04/2024
Dark Mode

લીમખેડા તાલુકાના બાંડીબાર પીકઅપ ગાડીમાં લસણની બોરીની આડમાં સંતાડીને લઇ જતા 2.20 લાખના વિદેશી દારૂના મુદ્દામાલ સાથે બે ઝડપાયા:એક ફરાર…

June 25, 2022
        891
લીમખેડા તાલુકાના બાંડીબાર પીકઅપ ગાડીમાં લસણની બોરીની આડમાં સંતાડીને લઇ જતા 2.20 લાખના વિદેશી દારૂના મુદ્દામાલ સાથે બે ઝડપાયા:એક ફરાર…

ગૌરવ પટેલ, લીમખેડા

 

લીમખેડા તાલુકાના બાંડીબાર પીકઅપ ગાડીમાં લસણની બોરીની આડમાં સંતાડીને લઇ જતા 2.20 લાખના વિદેશી દારૂના મુદ્દામાલ સાથે બે ઝડપાયા:એક ફરાર…

 

દાહોદ તા.૨૫

 

પ્રોહી અંગેની મળેલ બાતમીના આધારે લીમરખેડા પોલીસે બાંડીબાર ગામે ત્રણ રસ્તા નજીક વાહન ચેકીંગ દરમ્યાન લસણની બોરીની આડમાં પીકઅપ ગાડીમાં સંતાડી રાખેલ રૂપીયા ૨.૨૦ લાખ ઉપરાંતની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી ગાડીની કિંમત મળી પોલીસે કુલ રૂા. ૪,૭૦,૮૪૮ નો મુદ્દામાલ કબજે કર્યાંનું જાણવા મળે છે.

 

લીમખેડા પોલીસે ગતરોજ મોડી રાત્રીના સમયે નાઈટ પેટ્રોલીંગમાં હતાં અને મળેલ બાતમીના આધારે બાંડીબાર ગામે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતાં તે સમયે બાતમીમાં દર્શાવેલ એક પીકઅપ ગાડીમાં બે ઈસમો લસણની બોરીની આડમાં વિદેશી દારૂ લઈ જતાં હતાં ત્યારે પોલીસે ગાડીને રોકવાનો પ્રયાસ કરતાં ચાલકે તેની ગાડી ઉભી રાખી ન હતી અને ભાગવા લાગતાં જેથી પોલીસે ગાડીનો ફિલ્મી ઢબે પીછો કરી ગાડીની ઓવરટેક કરી ગાડીમાંથી ગાડીનો ચાલક તથા તેની બાજુમાં બેઠેલ બંન્ને ઈસમો પૈકી મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના મેઘનગર તાલુકાના ઝાટડી પીપલોદાબડા ગામના ગાડીનો ચાલક સંદીપભાઈ ઓમકારભાઈ ધોતીની પોલીસે અટક કરી લીધી હતી જ્યારે મોટી બાંડીબાર ગામના ભાવેશભાઈ અજેડીયા નાસી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે અન્ય એક મોટી બાંડીબાર ગામના ચંદ્રસિંહ નાથુભાઈ પટેલની પણ અટક કરી ગાડીની તલાસી લેતાં તેમાંથી લસણની બોરીની આડમાં સંતાડી રાખેલ વિદેશી દારૂની બોટલો નંગ. ૨૦૬૪ જેની કુલ કિંમત રૂા. ૨.૨૦ લાખ અને ગાડીની કિંમત મળી કુલ રૂા. ૪,૭૦,૮૪૮નો મુદ્દામાલ કબજે કરી લીમખેડા પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!