કલ્પેશ શાહ :- સિંગવડ.
સીંગવડ તાલુકાના પીસોઈ ગામે કાળમુખા ડમ્પર ની અડફેટે બાઈક સવાર બે સગા ભાઈઓ પૈકી એકનું મોત :એક ઈજાગ્રસ્ત…
ઈજાગ્રસ્તને તાબાડતોડ 108 મારફતે દાહોદ રીફર કરાય
સિગવડ તા.25
સીંગવડ તાલુકાના પિસોઈ ગામેથી પસાર થતા રસ્તા પર ડમ્ફર ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર સીંગવડ તાલુકાના પિસોઈ ગામે બપોરના ત્રણ વાગ્યાના અરસામાં અકસ્માત સર્જાયો જેમાં છાપરવડ ગામ ના બાઈક સવાર સગા બે ભાઇઓ નુ અકસ્માત થતાં અકસ્માત માં એક નું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે બીજા ભાઈને ગંભીર ઇજાઓ પહોંચતાં વધુ સારવાર અર્થે દાહોદ ખસેડવાની ફરજ પડી હતી.
છાપરવડ ગામના સગા બે ભાઈઓ પોતાનું બાઇક લઇને સિંગવડ ગામે નીકળ્યા હતા. દરમિયાન રસ્તામાં પિસોઈ ગામેથી પસાર થતા સામેથી બેફિકરાઈથી હંકારી આવેલા કાળમુખા ડમ્પરે બાઈકને અડફેટ માં લઈ ગમખવાર અકસ્માત સર્જ્યો હતો. સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં છાપરવડ ગામ ના યુવાન દિનેશભાઈ ચંદ્રસિંહભાઈ પટેલ નું ઘટનાસ્થળે જ કમાટી ભર્યું મોત નિપજ્યું હતું.જ્યારે તેના ભાઈ મનોજભાઈ ચંદ્રસિંહ પટેલને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા સિંગવડ સરકારી દવાખાના ખાતે લાવવામાં આવ્યા હતા પરંતુ વધારે ઇજાઓ થતા તેને તાત્કાલિક દાહોદ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો.