
સુમિત વણઝારા
ઝાલોદ તાલુકાના કાંકરા ડુંગરા ગામે છોકરી ભગાડી ગયાની અદાવતે હથિયારો ઉંછળ્યા..!!
દાહોદ તા.૨૫
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના કાકરા ડુંગરા ગામે છોકરી ભગાડી જવાના મામલે થયેલ મારામારીમાં મારક હથિયારો ઉછળતાં બે જણાને ગંભીર ઈજાઓ થયાનું તથા મારી નાંખવાની ધમકીઓ આપ્યાંનું જાણવા મળે છે.
ઝાલોદ તાલુકાના કાંકરા ડુંગરા ગામના કડકીયાભાઈ ભગોરાના કુટુંબના સંદીપભાઈ શૈલેષભાઈ ભગોરાને ત્યાં મુકેશભાઈ માનસીંગભાઈ ભોઈની ભત્રીજીને પત્નિ તરીકે રાખવા લઈ ગયેલ હોઈ તેની અદાવત રાખી ભોઈ કુંટુંબના મુકેશભાઈ માનસીંગભાઈએ તેના હાથમાંની લોખંડની પાઈ કડકીયાભાઈને અમીતભાઈને તથા દિનેશભાઈને લાકડી વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપી ભારે ધિંગાણું મચાવતાં આ સંબંધે ઈજાગ્રસ્ત કડકીયાભાઈ કલાભાઈ ભગોરાએ ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.