Thursday, 25/04/2024
Dark Mode

લીમખેડા તાલુકાના અગારા ગામે નીલ ગાય આડે આવતા મોટરસાયકલ ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો: એકનું મોત એક ઇજાગ્રસ્ત..

March 26, 2022
        1808
લીમખેડા તાલુકાના અગારા ગામે નીલ ગાય આડે આવતા મોટરસાયકલ ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો: એકનું મોત એક ઇજાગ્રસ્ત..

 

લીમખેડા તાલુકાના અગારા ગામે નીલ ગાય આડે આવતા મોટરસાયકલ ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો: એકનું મોત એક ઇજાગ્રસ્ત 

દાહોદ તા.૨૬

 દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના અગારા ગામે એક મોટરસાઈકલના ચાલકે મોટરસાઈકલ ગફલત ભરી રીતે હંકારી લાવતાં રસ્તામાં ગાય આવી જતાં મોટરસાઈકલ સ્લીપ ખાઈ ગઈ હતી જેને પગલે મોટરસાઈકલ પર સવાર બે પૈકી એકનું મોત નીપજ્યાંનું જ્યારે એકને ઈજાઓ થતાં સારવાર હેઠળ ખસેડાયાનું જાણવા મળે છે.

 ગત તા. લીમખેડા તાલુકાના અગારા (ઉ) ગામે રહેતાં રણજીતભાઈ વિરસીંગભાઈ ચૌહાણ અને તેમની સાથે ગોપસીંગભાઈ એમ બંન્ને જણા પોતાના કબજાની એક મોટરસાઈકલ પર સવાર થઈ અંગારા ગામેથી મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી પસાર થઈ રહ્યાં હતાં તે સમયે રસ્તામાં એક ગાય આવી જતાં મોટરસાઈકલ સ્લીપ ખાઈ ગઈ હતી અને રણજીતભાઈ અને ગોપસીંગભાઈને શરીરે ઈજાઓ પહોંચતાં બંન્ને સારવાર અર્થે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યાં હતાં જે પૈકી રણજીતભાઈનું સારવાર દરમ્યાન મોત નીપજતાં આ સંબંધે લીમખેડા તાલુકાન અગારા (ઉ) ગામે રહેતાં પ્રભાતસિંહ ચંદ્રભાઈ ચૌહાણ દ્વારા લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

—————————-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!