
દેવગઢ બારિયા તાલુકાના ભથવાડા ટોલનાકા પર પોલીસે ફોર વહીલ ગાડીમાંથી 80,820 વિદેશી દારૂના જથ્થા સાથે બે ને ઝડપી પાડયા:કુલ પાંચ સામે ગુનો નોંધાયો..
દાહોદ તા.૨૬
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના ભથવાડા ટોલનાકા પાસેથી પોલીસે એક સ્વીફ્ટ ફોર વ્હીલર ગાડીમાંથી રૂા. ૮૦,૮૨૦ના વિદેશી દારૂના જથ્થા સાથે ચાલક સહિત બે જણાની અટક કર્યાંનું જ્યારે ત્રણ વોન્ટેડ ઈસમો વિરૂધ્ધ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
ગત તા. ૨૫મી માર્ચના રોજ દેવગઢ બારીઆ તાલુકાના ભથવાડા ટોલનાકા પાસે પોલીસને મળેલ બાતમીના આધારે આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતાં તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક સ્વીફ્ટ ફોર વ્હીલર ગાડી પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને ગાડી નજીક આવતાંની સાથે ચારેય તરફથી ઘેરી લઈ ગાડીના ચાલક વિજયભાઈ રામાભાઈ પરમાર અને ગૌરાંગભાઈ શાંત્નીલાલ વાળંદ (બંન્ને રહે. વડોદરા) ની પોલીસે અટકાયત કરી ગાડીની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂ તથા બીયરની કુલ બોટલો નંગ. ૩૨૨ કિંમત રૂા. ૮૦,૮૨૦ના પ્રોહી જથ્થા સાથે ગાડીની કિંમત મળી કુલ રૂા. ૩,૮૨,૩૨૦ના મુદ્દામાલ સાથે વિદેશી દારૂની હેરાફેરી સમયે ગાડીની આગળ અન્ય એક ગાડીમાં પાયલોટીંગ કરી રહેલ ધર્મેન્દ્રભાઈ માળી (રહે. વડોદરા), દિપકભાઈ માળી અને રાજુભાઈ બામણીયા (રહે. ગરબાડા, તા. ગરબાડા, જિ.દાહોદ) નાઓ વિરૂધ્ધ પણ પીપલોદ પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
———————————