Sunday, 08/09/2024
Dark Mode

લીમખેડા તાલુકાના કંબોઈ ગામે ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પરથી પોલીસે ૧૮ લાખ ઉપરાંતનો વિદેશી દારૂ સહિતનો જથ્થો ઝડપ્યો: ચાલક ફરાર…

July 6, 2023
        400
લીમખેડા તાલુકાના કંબોઈ ગામે ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પરથી પોલીસે ૧૮ લાખ ઉપરાંતનો વિદેશી દારૂ સહિતનો જથ્થો ઝડપ્યો: ચાલક ફરાર…

દારૂબંધી કાગળ પૂરતી સીમિત..?લીમખેડા તેમજ એલસીબી પોલીસની સંયુક્ત વોચ દરમિયાન ચંપલના બોક્સની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ ઝડપાયો. 

લીમખેડા તાલુકાના કંબોઈ ગામે ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પરથી પોલીસે ૧૮ લાખ ઉપરાંતનો વિદેશી દારૂ સહિતનો જથ્થો ઝડપ્યો: ચાલક ફરાર…

પોલીસની ટીમોએ તલાસી દરમિયાન ગાડીમાં ચંપલના મીણિયાની થેલીની આડમાં સંતાડેલો ૮.૧૩ લાખનો દારૂ, 25,000 કિંમતના ચંપલના થેલા, સહિતનો સામાન કબ્જે કર્યો..

લીમખેડા તા.૦૬

લીમખેડા તાલુકાના કંબોઈ ગામે ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પરથી પોલીસે ૧૮ લાખ ઉપરાંતનો વિદેશી દારૂ સહિતનો જથ્થો ઝડપ્યો: ચાલક ફરાર...

લીમખેડા તાલુકાના કંબોઈ ગામે ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે પર લીમખેડા પોલીસ તેમજ દાહોદ એલસીબીની સંયુક્ત ટીમે બાતમીના આધારે વોચ ગોઠવી ચેકિંગ દરમિયાન ચપ્પલના બોક્સની આડમાં વિદેશીદારૂનો જથ્થો ભરી ગોધરા તરફ જતા આઇસર કન્ટેનરના ચાલક હાઇવે પર પોલીસની વોચ જોઈ ભાગવા જતા પોતાના કબજા હેઠળનું આઇસર ટ્રક પલ્ટી ખવડાવી રાત્રિના અંધારામાં જંગલ વિસ્તારમાંથી ફરાર થઈ જતા પોલીસની સંયુક્ત કામગીરી હેઠળ લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા સાંપડી છે.જોકે આ દરમિયાન આઇસર ટ્રક પલટી ખાઈ જતા ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવેનો એક તરફનો વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. પરંતુ પોલીસની ટીમે આઇસર ટેમ્પોમાં ભરેલા વિદેશી દારૂ તેમજ ટ્રક સહિતનો અન્ય સરસામાન મળી 18 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે.જ્યારે પોલિસને ચકમો આપી ભાગી છૂટવામાં સફળ થયેલા આઈસર ટ્રક ચાલકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

 

આમ તો ગુજરાતમાં સંવિધાન લખાયું ત્યારથી જ દારૂબંધી અમલમાં છે. પરંતુ કેટલીક વખત આક્ષેપો લાગતા હોય છે કે આ દારૂબંધીની અમલવારી જમીન પર ઓછી કાગળ પર વધારે જોવા મળે છે. ત્યારે આવા આક્ષેપો પ્રતિ આક્ષેપોની વચ્ચે રાજસ્થાન,મધ્યપ્રદેશના સરહદી વિસ્તારમાંથી બુટલેગર તત્વો ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો પ્રયત્ન કરે છે. જેના પગલે ગાંધીના ગુજરાતમાં વિદેશી દારૂની રેલમછેલ જોવા મળે છે. પરંતુ આવા દારૂની હેરફેર કરતા બુટલેગરોના સિન્ડિકેટને નિષ્ફળ કરવા કટિબંધ બનેલી દાહોદ પોલીસ અવારનવાર વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી હોય છે ત્યારે આવો જ એક કિસ્સો લીમખેડા તાલુકાના કંબોઈ ગામે નેશનલ હાઇવે પર બનવા પામ્યો છે. જેમાં RJ-14-GP-4210 આઇસર ટ્રકનો ચાલક વિદેશી દારૂનો જથ્થો ભરી ગોધરા તરફ આવતો હોવાની બાતમી લીમખેડા પોલીસને મળતા લીમખેડા પોલીસના જવાનો કંબોઈ નજીક ઈન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર વોચ ગોઠવી આવતા જતા વાહનોની તલાસી લઇ રહ્યા હતા તે દરમિયાન દાહોદ એલસીબી પોલીસના પી.એસ.આઇ જે.બી.ધનેશા તેમજ એલસીબી પોલીસના જવાનો પણ આ બાતમીવાળી ટ્રકની શોધખોળમાં આવ્યા હોવાથી એલસીબી ની ટીમ પણ લીમખેડા પોલીસ સાથે નાકાબંધીમાં જોતરાઈ ગઈ હતી. ત્યારબાદ થોડીવારમાં દર્શાવેલ ટ્રક સામેથી આવતા પોલીસે તેને અંધારામાં ટોર્ચ મારી ટ્રક થોબાવવાનો ઈશારો કરતા ટ્રક ચાલક પોલીસને જોઈ પોતાના કબજા હેઠળનો ટ્રક રિવર્સમાં દોડાવી ભાગવા જતા પોલીસે તેનો પીછો કર્યો હતો તે દરમિયાન ટ્રક ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક પલટી મારી ગયું હતું અને આ સમયગાળા દરમિયાન ટ્રકનો ચાલક અંધારાનો લાભ લઈ જંગલમાં ભાગવા જતા તેનો પોલીસે પીછો કર્યો હતો પરંતુ તે પોલીસને ચકમો આપી ભાગી છુટવામાં સફળ રહ્યો હતો. જોકે આઇસર ટ્રક પલટી ખાઈ જતા એક તરફનો વાહન વ્યવહાર બંધ થઈ જતા પોલીસે નેશનલ હાઈવે ઓથોરિટીને જાણ કરી ટ્રકની તલાસી લેતા ટ્રકમાંથી જુદા જુદા મારકાની વિદેશી દારૂની 2520 બોટલ મળી 8,13,480 રૂપિયાનો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોકી ઉઠી હતી. જોકે ત્યારબાદ પોલીસે પકડાયેલા વિદેશી દારૂનો જથ્થો તેમજ હજાર કિંમતના ચપ્પલ ભરેલા મીણીયાના 25 થેલા, 10 લાખ રૂપિયા કિંમતની આઇસર ટ્રક મળી કુલ 18,13,480 કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી ભાગી છુટેલા આઇસર ટેમ્પો ચાલક વિરુધ ગુનો દાખલ કરી તેને ઝડપી પાડવાના ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!