ઇરફાન મકરાણી :- દે. બારીયા
દેવગઢ બારિયામાં ખબર કાઢવા આવેલા ત્રણ વ્યક્તિઓ પર તેમના જ કુટુંબી ભાઈ તેમજ પરિવારજનોએ કર્યો હુમલો..
બારીયા તા.૦૬
દેવગઢ બારીયામાં સંબંધીની ખબર કાઢવા આવેલા ઇસમ તેમજ તેમના પરિવારજનોને તેમના જ કુટુંબી ભાઈઓ તેમજ એમના સાસરીયા પક્ષના વ્યક્તિઓ દ્વારા તું અહીં કેમ આવ્યો છે.? તારે અહીંયા પગ મુકવાનો નહીં તેમ કહી ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધાકધમકી આપી જાણવા મળેલ છે.
દેવગઢ બારીયા નગરના રાણા શેરીમાં રહેતા વિરલ કુમાર નટવરલાલ રાણા, માતા ઉર્મિલાબેન રાણા તેમજ તેમની પત્નિ ગત રોજ દેવગઢ બારીયા રાણા શેરી મુકામે રહેતી તેમની કાકી શારદાબેન બાથરૂમમાંથી પડી જતા પગ ફ્રેકચર થયો હોવાથી તેઓ પથારીવશ હોવાથી ઉપરોક્ત ત્રણેય વ્યક્તિઓ શારદાબેનની ખબર કાઢવા રાણા શેરી મુકામે ગયા હતા.જ્યાં દેવગઢ બારીયા નગરના રાજેન્દ્ર નટવરલાલ રાણા હેતલ રાજેન્દ્ર રાણા,લવકેશ કુમાર ભોગીલાલ રાણા, રામ ભોગીલાલ રાણા તેમજ જોસનાબેન ગોગીલા રાણાએ તમે અહીંયા કેમ આવ્યા છો.? તેમ પૂછતા વિરલભાઈએ જણાવેલ કે અમે કાકી શારદાબેન ના ખબર જોવા આવેલા છે.તેમ જણાવતા રાજેન્દ્ર નટવરલાલ રાણા તેમજ હેતલ રાજેન્દ્ર રાણા દ્વારા કુમાર તેમજ તેમની માતા ઉર્મિલાબેન રાણાને ધક્કો મારી પાડી દઈ ગડદાપાટુનો માર મારતા તે સમયે લવકેશ કુમાર ભોગીલાલ રાણાએ વિરભાઈને લોખંડની પાઇપ માથામાં મારી માતા ઉર્મિલાબે આવી જતા તેઓને પણ રામ ભોગીલાલ રાણા તેમજ જોસના બેન ભોગીલાલ રાણા દ્વારા ગડડાપાટુનો માર મારી તમોને પગ મુકવા નહીં દઈએ અને ડાંગરિયા વાળી જમીનમાં પણ ભાગ નહીં મળે અને જો ભાગ માંગશો તો તમને જાનથી મારી નાખીશું તેમજ અમારી બહેન છોકરીને હેરાન કરશો તો જાનથી મારી નાખીશું તેમ જણાવ્યું હતું ત્યારબાદ લોહી લુહાણ અવસ્થામાં વિરલકુમાર તેમજ તેમની માતા ઉર્મિલાબેનને પ્રાથમિક સારવાર માટે બારીયા રેફરન્સ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા.અને ત્યાંથી લુણાવાડાના ખાનગી હોસ્પિટલ ખાતે તમારા અર્થે મોકલી દેવામાં આવ્યા હતા.
ઉપરોક્ત બનાવ સંદર્ભે વિરલ કુમાર નટવરલાલ રાણાએ દેવગઢબારિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા દેવગઢબારિયા પોલીસે ઉપરોક્ત પાંચેય ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.