ગૌરવ પટેલ :- લીમખેડા
લીમખેડા કોર્ટનો પુનઃ ઐતિહાસીક ચુકાદાથી કોર્ટ સંકુલમાં સન્નાટો છવાયો
સીંગવડમાં બે વર્ષ અગાઉ ૧૧ વર્ષીય બાળા જાેડે દુષ્કર્મના ઈરાદે છેડછાડના કેસમાં આરોપીને ૧૨ વર્ષની સજા અને ૪૨ હજારનો દંડ ફટકારતી એડીશન કોર્ટ
દાહોદ તા.૧૮
દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના વગેલા ગામે બે વર્ષ અગાઉ એક નરાધમે એક ૧૧ વર્ષીય બાળાને પૈસાની લાલચ આપી ગામમાં આવેલ એક ખેતરમાં લઈ જઈ દુષ્કર્મ કરવાના ઈરાદે શારિરીક છેડછાડ કરતાં આ મામલે સ્થાનીક પોલીસ મથકે ફરિયાદ નોંધાંયાં બાદ આ કેસ લીમખેડાની એડીશનલ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં નામદાર કોર્ટે સમાજમાં દાખલો રૂપ ચુકાદો આપતાં આરોપીને ૧૨ વર્ષની સજા સાથે કુલ ૪૨ હજારના દંડનો ભરવાનો હુકમ કરતાં કોર્ટ સંકુલમાં ખળભળાટ સાથે ચકચાર મચી જવા પામ્યો હતો.
તારીખ ૨૩.૧૨.૨૦૨૦ના રોજ સીંગવડ તાલુકાના વગેલા ગામે નવીપરી, નીશાળ ફળિયામાં રહેતો નરાધમ જશુભાઈ રામસીંગભાઈ ભુરીયાએ બપોરના સમયે સીંગવડ તાલુકામાં રહેતી એક ૧૧ વર્ષીય બાળાને પૈસાની લાલચ આપી પોતાના ગામમાં આવેલ એક ખેતરમાં પટાવી, ફોલાવી બાળાને બોલાવી હતી ત્યાં બાળા ઉપર દુષ્કર્મ કરવાના ઈરાદે બાળાના શરીરે અડપગલા કરી શારિરીક છેડછાડ કરી હતી ત્યારે પરિસ્થિતીને ભાળી ગયેલ બાળા ત્યાંથી ઈસમના ચંગુલમાંથી છુટી ભાગી ગઈ હતી અને અને પોતાના પરિવારજનો પાસે પહોંચી આ મામલે સમગ્ર ઘટનાની જાણ કરતાં પરિવારજનોના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. આ બાદ પરિવારજનો બાળાને લઈ સ્થાનીક પોલીસ મથકે આવી ઉપરોક્ત ઈસમ વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરી હતી ત્યારે કેસ નામદારા કોર્ટ લીમખેડાની એડીશનલ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં આજરોજ આ કેસનો ચુકાદો આવ્યો હતો જેમાં એડીશનલ જજ ી.એસ. પરમાર દ્વારા આરોપી જશુભાઈને આઈપીસી કલમ ૩૫૪ મુજબ પાંચ વર્ષની સજા, ૧૫ હજારનો દંડ, પોસ્કો એક્ટની કલમ ૮ મુજબ પાંચ વર્ષની, ૧૫ હજાર દંડ, પોસ્કો એક્ટની કલમ ૧૨ હેઠળ ૨ વર્ષની સજા અને ૧૦ હજાર દંડ મળી કુલ ૧૨ વર્ષની સજા અને ૪૨ હજાર દંડ ભરવાનો હુકમ કર્યાે હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ લીમખેડાની કોર્ટ દ્વારા ચુકાદાઓ આપ્યાં હતાં જેમાં ત્રણથી ચાર કેસોમાં ઐતિહાસીક ચુકાદાઓ આપ્યાં હતાં જેમાં બળાત્કાર, અપહરણ વિગેરે જેવા કેસોમાં નિર્ણાયક ચુકાદાઓ આપી સમાજમાં આરોપીઓ અને ગુન્હેગારોને સબક મળે તેવા ચુકાઓ આપી કડક સજા ફટકારવામાં આવી હતી ત્યારે આજે પુનઃ બાળા જાેડે દુષ્કર્મના ઈરાદે છેડછાડના કેસમાં આરોપીને કડકમાં કડક સજા ફટકારતાં સમાજમાં દાખલા રૂપ ઉત્તમ દાખલો બેસાડવાનો પ્રયાસ કર્યાે છે.
———————————-