
દક્ષેશ ચૌહાણ :- ઝાલોદ
ઝાલોદ તાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્ય મહેશ ભુરીયા ની ઉપસ્થિતિમાં સામાન્ય સભા યોજાઈ.
સામાન્ય સભામાં ગેરહાજર રહેનાર મુખ્ય અધિકારીઓ સામે કડક પગલાં લેવા ધારાસભ્યએ સૂચન કર્યા
ઝાલોદ તાલુકાના અતરિયાળ વિસ્તારોમાં વીજ કનેક્શન પૂરું પાડવા વિષકર્મીઓને ધારાસભ્ય દ્વારા તાકીદ કરાઈ
ઝાલોદ તા.17
આજરોજ તારીખ 16/01/2023 ના સોમવારના રોજ ઝાલોદ તાલુકા પંચાયત ખાતે આવેલ સભાખંડમાં ઝાલોદ તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ હતી આ સામાન્ય સભામાં ઝાલોદ 130 વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય મહેશભાઈ ભુરીયાની ઉપસ્થિતિમાં યોજાઈ હતી.સભાખંડ ખાતે મળેલી આ સામાન્ય સભામાં શરૂઆતમાં તાલુકા પંચાયતના સામાન્ય ન્યાય સમિતિના ચેરમેન પ્રકાશભાઈ પંચાસરાનું થોડા દિવસ પહેલા જ અકસ્માતે મોત નીપજ્યું હતું ત્યારે પ્રથમ ઉપસ્થિત તમામ સભ્યો અને ખંડમાં હાજર અધિકારી ગણ બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી હતી.ત્યારબાદ સભાના અધ્યક્ષ તાલુકા પ્રમુખની અનુમતિ લઈ સભા શરૂ કરી હતી. સામાન્ય સભાના એજન્ડા મુજબ વર્ષ 2023 24 માટેના અંદાજપત્ર નું રજૂ કર્યું હતું તેમજ તાલુકા પંચાયત સભ્યો દ્વારા 15 માં નાણાપંચની 20 ટકા ગ્રાન્ટ 2023 24 માટે આયોજન કરવાનો મુદ્દો તેમજ તાલુકા પંચાયત પરિસરમાં જૂથ દ્વારા કેન્ટીન ની શરૂઆત અને ત્રણ જેટલી ગ્રામ પંચાયતના વિભાજનનો મુદ્દો સહિતના વિવિધ મુદ્દે રજૂઆત કરાઈ હતી.
સામાન્ય સભામાં ઉપસ્થિત સભ્યો દ્વારા પોત પોતાના વિસ્તારના સળગતા પ્રશ્નોને લઈ જાહેરમાં રજૂઆત કરાઈ હતી ત્યારે જે તે લાગતા વાળી શાખા અને તેના અધિકારીઓએ તેના નિવારણ અને ઉકેલ માટે ના જવાબ રજૂ કર્યા હતા તેમજ અન્ય પડતર પ્રશ્નો અંગે પણ જે તે શાખાઓના અધિકારીઓ સામે સભ્યો દ્વારા ધારદાર રજૂઆતો કરવામાં આવી હતી. જેમાં કેટલાક તાલુકા સભ્યો દ્વારા પોતાના મતવિસ્તારમાં સમાવિષ્ટ ગ્રામ પંચાયતના સરપંચો દ્વારા ૨૦ ટકા ગ્રાન્ટના વિકાસના કામોના એગ્રીમેન્ટ માટે સરપંચો દ્વારા અવરોધ કરતા હોવાનું જણાવવા મળ્યું હતું ત્યારે આવી જાણ જે પણ ગ્રામ પંચાયતની થાય તેની સામે નોટિસ આપી તે ગ્રામ પંચાયત વિકાસના કામો કરવામાં અસક્ષમતા ધરાવતી હોય તે પંચાયતની અન્ય ગ્રાન્ટો પણ સ્થગિત કરી તાકીદ કરવામાં આવી હતી. સાથે સાથે ઝાલોદ તાલુકો આંતરિયાળ હોવાથી ગામડે ગામડે વીજ કનેક્શન માટે તાત્કાલિક વીજ લાઈનો ખેંચી દરેક અરજદાર લાભાર્થીઓને વીજ આપવાની કામગીરી પૂર્ણ કરવાં ઝાલોદ 130 વિધાનસભાના ધારાસભ્યશ મહેશભાઇ ભુરીયા દ્વારા વીજ અધિકારીઓને સૂચન કરાયા હતા અથવા આ કામમાં ગ્રાન્ટની અછત સર્જાય તો ધારાસભ્ય દ્વારા ટ્રાઇબલની ગ્રાન્ટ અને વિકાસશીલની અન્ય ગ્રાન્ટ માંથી સહાયરૂપ થવાની જાહેરમાં વિશ્વાસ મૂકવામાં આવ્યો હતો તેમજ સામાન્ય સભામાં અવારનવાર અને વારંવાર કેટલીક શાખાઓના મુખ્ય અધિકારીઓ ગેરહાજર રહે છે ત્યારે આજની સભાને સભામાં પણ માછણ નાણા વિભાગ સિંચાઈ વિભાગ અને લીંબડી વીજ કચેરીના મુખ્ય એન્જીનર ગેરહાજર હોય તેઓને પણ સામાન્ય સભાના પ્રોસાઇડિંગ કરી તેઓને નોટિસ આપી ખુલાસા માંગવાનું જણાવવામાં આવ્યું હતું તેમજ તાલુકા પંચાયતના સરકારી આવાસમાં 6 જેટલા ગેરકાયદેસર નિવાસ કરતા હોવાની જાણ થતા જેમાં કેટલાક નિવૃત્ત કર્મીઓ હજી નિવાસ કરે છે. અને ફરજ પરના કર્મીઓ દ્વારા અન્યોને ભાડા કે ગેરકાયદેસર નિવાસ કરાવતા હોવાનું જાણવા મળવાથી તાત્કાલિક ધોરણે આવાસો ખાલી કરાવવાનું જવાબદાર અધિકારીઓને જણાવવામાં આવ્યું હતું. અને ફરજ બજાવતા જરૂરિયાત મુજબ કર્મચારીઓ માટે આવાસ ફાળવવાનું જણાવ્યું હતું. છેલ્લે તાલુકા પ્રમુખ તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા આભાર વિધિ કરી સભાને સંપન્ન કરાઈ હતી.