સુમિત વણઝારા
લીમડી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખંડેર હાલતમાં :છતના પોપડા ખરતા સારવાર માટે આવતા દર્દીઓને જોખમ..!!
દાહોદ તા.૧૧
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્ર જર્જરીત અને દયનીય સ્થિતીમાં છે આરોગ્ય કેન્દ્રની બિલ્ડીંગ જર્જરીત થઈ ગઈ છે. અહીં દરરોજ સરેરાશ ૧૫૦ થી ૨૦૦ની ઓપીડી રહેતી હોય છેય વળી મધ્યપ્રદેશ અને રાજસ્થાન બોર્ડર હોવાથી અકસ્માતના સમયે આ સી.એચ.સી. નજીક પડતું હોવાથી સારવાર માટે દર્દી અહીં લાવવામાં આવતાં હોય છે છતાંય પુરતી સુવિધા નથી.
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીમડી નગર મધ્યપ્રદેશ અને રાજસ્થાનની બોર્ડ ઉપર આવેલું ગામ છે જેના કારણે આસપાસના લોકોની અવર જવર રહે છે. ખાસ કરીને સાવરા માટે નજીક પડતું હોય દર્દીઓ આવતાં હોય છે. લીમડી પ્રાથમીક આરોગ્ય કેન્દ્રને જેને વર્ષ ૨૦૦૪માં અપગ્રેડ કરી સામુહિક આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવ્યું હતું પરંતુ આજે પણ આ સામુહિક આરોગ્ય કેન્દ્ર જુની જર્જરિત બિલ્ડીંગમાં ચાલતુ આવે છે જેના કારણે જરૂરી સારવાર ન થતાં વધુ સારવાર માટે ના છુટકે દર્દીઓને દાહોદ રિફર કરવામાં આવતાં હોય છે જાે અહીં સુવિધા વધારવામાં આવે તો મોટી સંખ્યામાં દર્દીઓને નજીકમાં જ જરૂરી સારવાર મળી શકે તેમ છે. લીમડી સામુહિક આરોગ્ય કેન્દ્રનું જે બિલ્ડીંગ છે તે ખુબ જુના વખતનું એટલે કે વર્ષ ૧૯૬૭માં બનાવવામાં આવેલ છે ત્યાર બાદ આ બિલ્ડીંગ સમય જતાં માત્ર રિપેરીગ કરી ચલાવવામાં આવે છે. આજે આ બિલ્ડીંગમાં પોપડા ઉખડી જવા પામ્યાં છે. અહીં દરરોજના સરેરાશ ૧૫૦ થી ૨૦૦ની ઓપીડી રહેતી હોય છે. વળી મધ્યપ્રદેશ અને રાજસ્થાન બોર્ડર હોવાથી અકસ્માતના સમયે દર્દીઓને આ સી.એચ.સી. નજીક પડતું હોવાથી સારવાર માટે દર્દીઓ અહીં લાવવામાં આવતાં હોય છે. ડીલવરીના સમયે પણ મહિલાઓ મોટે ભાગે આ સામુહિક કેન્દ્રમાં આવતી હોય છે પરંતુ નાનુ બિલ્ડીંગ હોવાથી સારવાર માટે દર્દીઓને ખુબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દર્દીઓને ના છુટકે ઈમરજન્સીમાં અથવા તો ખાનગી હોસ્પિટલનો સહારો લેવો પડે છે અથવા તો દાહોદની હોસ્પિટલ ખાતે જવુ પડતું હોય છે.