પત્નીના વિરહમાં પાંચ સંતાનોના પિતાએ આયખું ટૂંકાવ્યું..!!છેલ્લા દોઢ વર્ષથી પત્ની પિયરમાં રહેતા 42 વર્ષીય વ્યક્તિએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર..

Editor Dahod Live
2 Min Read

રાજેન્દ્ર શર્મા :- દાહોદ લાઈવ ડેસ્ક…

પત્નીના વિરહમાં પાંચ સંતાનોના પિતાએ આયખું ટૂંકાવ્યું…

છેલ્લા દોઢ વર્ષથી પત્ની પિયરમાં રહેતા 42 વર્ષીય વ્યક્તિએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર, પરિવારમાં માતમ છવાયો

લીંમડી પોલીસે મૃતદેહને કબજે લઇ પીએમ અર્થે મોકલાયા,

દાહોદ તા.28

#paid pramotion 

Contact us :- sunrise public school 

ઝાલોદ તાલુકાના રાણીયાર ગામે એક – દોઢ વર્ષથી પિયર માં બેઠેલ પત્ની પોતાની સાસરીમાં ન આવતા મનમાં લાગી આવતા પરણિતાના પતિએ પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

ઝાલોદ તાલુકાના રાણીયાર ગામે રહેતા બળદેવસિંહ રૂપસીંગ કોળીની પત્ની પુષ્પાબેન એક – દોઢ વર્ષથી પોતાના પિયરમાં જતી ન હતી. ગઈકાલેબેન એક માત્ર એક દિવસ માટે પોતાની સાસરી રણીયાર ગામે આવી હતી અને પાછી જતી રહી હતી. આ વાતનું મનદુઃખ થતાં પુષ્પાબેનના પતિ બળદેવસિંહને મનમાં લાગી આવતા તેણે દોરડા વડે

 

મરણ જનાર બળદેવભાઈનો ફાઈલ ફોટો

પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. જોકે સ્થાનિકોના જણાવ્યા અનુસાર ગળે ફાંસો ખાનાર બળદેવસિંહ પાંચ સંતાનોના પિતા છે. જોકે તેમની પત્ની છેલ્લા દોઢેક વર્ષથી તેમનાથી દૂર રહેતા પતિ વિરહમાં તેઓએ આ પગલું ભર્યુ હોવાનું હાલ પ્રાથમિક તબક્કે જાણવા મળી છે. ત્યારે પરિવારજનોમાં પણ શોકનું મોજુ ફરી વળ્યું હતું.

આ સંબંધે રણીયાર ગામે રહેતા અને પુષ્પાબેનની સાસુ વર્ષીય એવા ગંગાબેન રૂપસિંહભાઇ કોળીએ લીમડી પોલીસ મથકે જાણવાજોગ આપતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

Share This Article