více informací o Mastercard casino yeni casinolar pinco casino data-theme="browser">

ઝાલોદ તાલુકાના કાળીગામ નજીક મોટરસાયકલ ચાલકે રાહદારીને અડફેટે લેતા સારવાર દરમિયાન મોત.

Editor Dahod Live
1 Min Read

ઝાલોદ તાલુકાના કાળીગામ નજીક મોટરસાયકલ ચાલકે રાહદારીને અડફેટે લેતા સારવાર દરમિયાન મોત.

દાહોદ તા.૧૩

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના કાળીગામ ખાતે એક મોટરસાઈકલના ચાલકે રસ્તે ચાલતાં જતાં એક રાહદારીને અડફેટમાં લેતાં રાહદારીને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં તેઓને નજીકના દવાખાને સારવાર માટે ખસેડવામાં આવતાં તેઓને સારવાર દરમ્યાન મોત નીપજ્યાંનું જાણવા મળે છે.

ગત તા.૧૧મી નવેમ્બરના રોજ એક મોટરસાઈકલનો ચાલક પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી કાળીગામ ખાતેથી પસાર થઈ રહ્યો હતો તે સમયે ત્યાંથી રસ્તે ચાલતા પસાર થઈ રહેલ ચંદુભાઈ ગબલાભાઈ મુનીયા (રહે.કાળીગામ, ઈનામી ઘાટી ફળિયા, તા. ઝાલોદ, જિ.દાહોદ) નાને અડફેટમાં લઈ જાેશભેર ટક્કર મારતાં ચંદુભાઈને શરીરે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેઓને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં સારવાર દરમ્યાન ચંદુભાઈનું મોત નીપજતાં આ સંબંધે કાળીગામ ઈનામી ઘાટી ફળિયામાં રહેતાં રમેશભાઈ ગબલાભાઈ મુનીયાએ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

————————

Share This Article
right now at casino live

www.applepaycasino.it

casino bonus

daha fazla okuyun pinco casino navštivte casino hry

casino s Apple Pay

zatočení zdarma casino s Mastercard