
બાબુ સોલંકી :- દાહોદ
ચાકલીયામાં પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના અંતર્ગત વિનામૂલ્યે ગેસ કીટ વિતરણ કરાઈ.
જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષસ્થાને યોજાયો હતો કાર્યક્રમ.
( પ્રતિનિધિ ) સુખસર,તા.29
દાહોદ જિલ્લાના મધ્યપ્રદેશ સરહદે આવેલા છેવાડાના વિસ્તાર ચાકલીયા માં પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના અંતર્ગત વિનામૂલ્યે ગેસ કીટ વિતરણ કરવામાં આવી હતી.જિલ્લા પંચાયત પ્રમુખ શીતલ કુમારી વાઘેલાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો કાર્યક્રમ.
દાહોદ જિલ્લાના મધ્યપ્રદેશ અને રાજસ્થાન સરહદે આવેલા છેવાડાના વિસ્તાર તરીકે ઓળખાતા ચાકલીયા ગામે પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના અંતર્ગત મહિલાઓને ગેસ કીટ વિતરણ કરવામાં આવી હતી.ઇન્ડેન ગેસ એજન્સી દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું હતું.જિલ્લા પંચાયત પ્રમુખ શીતલ કુમારી વાઘેલાના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નિવૃત ડી.આઇ.જી બી.ડી. વાઘેલા આસપાસના વિસ્તારના તાલુકા સભ્યો,સરપંચો ઉપસ્થિત રહ્યા હતા.જેમાં મહિલાઓને વિનામૂલ્યે ગેસ કીટ વિતરણ કરાઇ હતી.ડોક્ટર સતિષભાઈ નાયક દ્વારા રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. નિવૃત્ત ડીજીપી બી.ડી.વાઘેલા દ્વારા પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા છેવાડાના માનવીને યોજનાનો લાભ મળે તે અથાક પ્રયત્ન કરી રહ્યા છે તે બાબતની સમજુતી આપવામાં આવી હતી.