ગરબાડા તાલુકાના વડવા ગામે પોલીસમાં નામ આપવાની અદાવતે મારક હથિયારો સાથે આવેલા ટોળાએ ધિંગાણું મચાવ્યુ.

Editor Dahod Live
2 Min Read

જીગ્નેશ બારીયા /રાજેશ વસાવે :- દાહોદ

ગરબાડા તાલુકાના વડવા ગામે પોલીસમાં નામ આપવાની અદાવતે મારક હથિયારો સાથે આવેલા ટોળાએ ધિંગાણું મચાવ્યુ.

 મારા હથિયારો સાથે આવેલા ટોળાએ એક વ્યક્તિ એક મહિલાને ફટકાર્યો: જાનથી મારી નાખવાની ધમકી આપી: પોલીસે 15 લોકો વિરૂદ્ધ નામજોગ ફરિયાદ નોંધી 

જેસાવાડા તા.22

ગરબાડા તાલુકાના વડવા ગામે પોલીસમાં નામ આપવાની અદાવત રાખી મારક હથીયારો સાથે ધસી આવેલા 15 જેટલાં ઈસમોના ટોળાએ એક વ્યક્તિના ઘરમાં તેમજ વાહનોમાં તોડફોડ કરી એક મહિલાને માર મારી ધીંગાણુ મચાવ્યાનું જાણવા મળેલ છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે ગરબાડા તાલુકાના વડવા નિશાળફળિયાના રહેવાસી દિલેશભાઈ દિલુભાઈ સેફુભાઈ માવી પોતાના ઘરે હતા. તે સમયે તેમના જ ગામના રાકેશભાઈ છગનભાઈ ભાભોર,વિનાભાઈ કાગડો,માનસિંગભાઈ મિનામા,જીરસિંગભાઈ પીદીયાભાઈ બારીયા,સુનીલભાઈ જોરસિંગભાઈ બારીયા,મુન્નાભાઈ કૌરસિંગભાઈ બારીયા,સરદાર જોરસિંગભાઇ બારીયા,રીકે કામા બચુભાઈ મિનામાં,રાજુભાઈ બચુભાઈ મોહનીયા,અનિલભાઈ રાજુભાઈ મોનીયા, મુકેશભાઈ મથુરભાઈ માવી,પંકજભાઈ મયુરભાઈ માવી,નરેશભાઈ મડીયાભાઈ ભાભોર,અજયભાઈ બાલુભાઈ માવી,કૌરસિંગભાઈ મથુરભાઈ માવી,મુકેશભાઈ છગનભાઈ ભાભોર સહિતના 15 લોકોનો ટોળું પોતાના સાથે 

ધારીયા,તીરકામઠા તથા લોખંડની પાઈપ જેવા મારક હથિયારો લઈ દોડી આવી ફરીને મા – બેન સમાણી ગાળો બોલી તે પોલીસમાં અમારૂ નામ આપી ગાડીઓ પકડાવી દીધેલ છે તેમ કહી ગાળાગાળી કરી દિલેશભાઈના ઘરની તથા વાહનોની તોડફોડ કરી દારકીબેનને ડાબા હાથની આંગળી ઉપર ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છૂટયા હતા

ઉપરોકત બનાવ સંદર્ભે ગરબાડા તાલુકાના વડવા નિશાળ ફળિયા ના રહેવાસી દિલેશભાઈ દિલુભાઈ સેફુભાઈ માવીએ જેસાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ઉપરોક્ત 15 લોકોના ટોળા સામે રાયોટિંગનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે

Share This Article