
શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા
ફતેપુરા તાલુકા કોંગ્રેસ સમિતિની મળેલ કારોબારી ની મીટીંગ:
ફતેપુરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે હરસીઞભાઈ મછારની સર્વ સંમતિથી થયેલ વરણી
ફતેપુરા તા.23
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા મુકામે તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યાલય પર ફતેપુરા તાલુકા કોંગ્રેસ સમિતિની કારોબારીની મિટીંગ મળી હતી જેમાં ફતેપુરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગોવિંદભાઈ પરમાર ને અધ્યક્ષતામાં મીટીંગ મળેલ હતી જેમાં દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હર્ષદભાઈ નિનામા દાહોદ ના પૂર્વ સાંસદ ડોક્ટર પ્રભાબેન તાવિયાડ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ડોક્ટર કિશોર ભાઈ તાવિયાડ પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી રઘુભાઈ મછાર દાહોદ જિલ્લા યુવા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ઘનશ્યામભાઈ મછાર કારોબારી સમિતિના હોદ્દેદારો અને સભ્ય હાજર રહ્યા હતા ફતેપુરા તાલુકા પંચાયત ની ચૂંટણીમાં કોંગ્રેસની હાર થતાં નૈતિક જવાબદારી સીવકારી લઈને ફતેપુરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગોવિંદભાઈ પરમારે રાજીનામું આપી દેતા જ્યાં સુધી તાલુકા કોંગ્રેસ સમિતિ ના નવા પ્રમુખને વરણી ના થાય ત્યાં સુધી કાર્યકારી પ્રમુખ તરીકે નો ચાર્જ સંભાળતા હતા આજરોજ મળેલ કારોબારી સમિતિમાં ફતેપુરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે હરસિઞભાઈ મછાર ને સર્વ સંમતિથી બિનહરીફ વરણી થતા તેઓનું ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ફુલ હાર પહેરાવી અભિનંદન પાઠવ્યા હતા સર્વ સંમતિથી બિન હરીફ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકેની વરણી થતા પરદેશ સમિતિમાં ભલામણ મોકલી દેવામાં આવેલ છે