દાહોદ જિલ્લામાં કોરોનાના કેસોમાં સતત વધારો થતો હોય જે વધતા જતા કોરોના કેસોને ધ્યાને લઇ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ,બજારોને સેનેટાઇઝ કરવાનો અવકાશ રહે તે માટે દાહોદ જિલ્લા કલેકટર વિજય ખરાડી દ્રારા દર રવિવારે સમગ્ર જિલ્લામાં વાણિજ્ય પ્રવુતિઓ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે .દાહોદ જિલ્લા કલેકટરના આદેશના પગલે આજરોજ રવિવારે ગરબાડા નગર સહિત તાલુકામાં વાણિજ્ય પ્રવુતિઓ બંધ રાખવામાં આવી હતી.અને ગરબાડા નગરમાં વધતા કેસોને ધ્યાને રાખીને કોરોનાની ચેઇન તોડવા ગરબાડા ગ્રામ પંચાયત દ્વારા નગરના વિવિધ વિસ્તારોમાં સેનેટાઈઝ કરવામાં આવ્યું હતું તેમજ ગરબાડા તાલુકાના જેસાવાડા ગ્રામ પંચાયત દ્વારા જેસાવાડા ગામમાં પણ સેનેટાઈઝ કરવામાં આવ્યું હતું.સાથે સાથે કન્ટેઇટમેન્ટ ઝોન ની પણ મુલાકાત લીધી હતી.