Sunday, 28/11/2021
Dark Mode

ફતેપુરા મામલતદારશ્રી તેમજ પોલીસ દ્વારા ફતેપુરા નગરમાં માસ્ક પહેરવા માટે લોકોને સમજાવ્યા

ફતેપુરા મામલતદારશ્રી તેમજ પોલીસ દ્વારા ફતેપુરા નગરમાં માસ્ક પહેરવા માટે લોકોને સમજાવ્યા

શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા 

 ફતેપુરા મામલતદારશ્રી તેમજ પોલીસ દ્વારા ફતેપુરા નગરમાં માસ્ક પહેરવા માટે લોકોને સમજાવ્યા

 ફતેપુરા તા. 11

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગર સહિત તાલુકામાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં દિવસે-દિવસે વધારો થતાં ફતેપુરા વહીવટી તંત્ર પોલીસ તંત્ર તેમજ આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયેલ છે. ફતેપુરા તાલુકાના મામલતદાર પી.એન.પરમાર નાયબ મામલતદાર વિપુલકુમાર ભરવાડ તેમજ પોલીસની સંયુક્ત ટીમ બનાવી નગરના વિસ્તારમાં ફરી ફરીને લોકોને વેપારીઓ ને માસ્ક પહેરવા માટે તેમજ સોશ્યલ ડિસ્ટન્સ રાખી વારંવાર હાથ ધોવા સેનેટાઈઝર નો ઉપયોગ કરવો વગેરે સમજાવતા હતા અને નગરજનો સાથ અને સહકાર થી કોરોના સંક્રમિત અટકાવી કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ઘટાડી શકાય તેવી સમજણ આપવામાં આવી રહી હતી.

error: Content is protected !!