
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા તાલુકા પંચાયતના મનરેગાના કર્મચારીઓનો વિવિધ માંગો ને લઇ TDO ને આવેદનપત્ર
ગરબાડા તા.11
ગરબાડા તાલુકા પંચાયત ના ફરજ બજાવતા મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધર અધિનિયમ (મનરેગા) માં ફરજ બજાવતા આઉટ સોર્સ સહિતના તમામ કર્મચારીઓએ તેમની માંગોને લઈને એક આવેદનપત્ર નાયબ તાલુકા વિકાસ અધિકારીને આપવામાં આવ્યું. જેમાં તેઓની પોસ્ટ ઉપર નિયમિત કર્મચારી ઘણી ગુજરાત રાજ્યના કર્મચારીઓને સમકક્ષ પગાર ધોરણ,પેન્શન,ગ્રેચ્યુઈટી તથા અન્ય તમામ લાભો ચૂકવી આપવા અને જ્યાં સુધી આ બાબતે આખરે નિર્ણય ના થાય ત્યાં સુધી સાતમા પગાર પંચના લઘુતમ પગાર માં મોંઘવારી ભથ્થા સહિત લાભ આપવા બાબતે આવેદનપત્ર આપ્યું હતું. ઘણા વર્ષોથી કર્મચારીઓ નોકરી કર્યા છતાં તેમને કાયમી કરવાની પણ માંગણી કરી હતી અને ટૂંક સમયમાં જ માંગણી ન સંતોષાય તો અચોક્કસ મુદતની હડતાળ પર જવાની ચીમકી ઉચ્ચારી હતી.