કલ્પેશ શાહ :- સીંગવડ
સિંગવડ તાલુકા ના રહેણાક મકાનમાં પોલીસના દરોડા :36,000 રૂપિયાના વિદેશી દારૂના જથ્થા સાથે બૂટલેગર ઝડપાયો
દાહોદ તા.28
દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકામાં રહેણાંક મકાનમાં દારૂનો વેપલો ચાલતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી 36.000 રૂપિયાના મુદ્દામાલ સાથે બુટલેગર ને ઝડપી પાડી જેલ ભેગો કર્યો છે
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ ચૂંદડી રોડ ખાતેના રહેવાસી કિશોર રાયજીભાઈ રાવત પોતાના કબ્જા ભોગવટા ના રહેણાંક મકાનમાં દારૂનો વેપલો કરતો હોવાની બાતમી રણધીકપુર પોલીસને મળતા પોલીસે બાતમીના આધારે દરોડો પાડતા દરોડા દરમિયાન મકાનમાં સંતાડેલા ભારતીય બનાવટના વિદેશી દારૂની 15 પેટીઓ માં 360 બોટલો મળી 36.000 રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે કિશોર રાયજીભાઈ રાવત ને ઝડપી પ્રોહીબીશન અંગેનો ગુનો દાખલ કરી જેલ ભેગો કર્યો હતો