Sunday, 08/09/2024
Dark Mode

ગરબાડા તાલુકા મથકનું ગામ હોવા છતાં અમુક સુવિધાઓથી વંચિત:સાર્વજનિક સ્મશાન,બસ ડેપો,મેન બજારમાં પાણીની નવી લાઈનોના કામ બાકી…

February 6, 2023
        1213
ગરબાડા તાલુકા મથકનું ગામ હોવા છતાં અમુક સુવિધાઓથી વંચિત:સાર્વજનિક સ્મશાન,બસ ડેપો,મેન બજારમાં પાણીની નવી લાઈનોના કામ બાકી…

રાહુલ ગારી :- ગરબાડા

ગરબાડા તાલુકા મથકનું ગામ હોવા છતાં અમુક સુવિધાઓથી વંચિત.

40 સી.સી.ટી.વી કેમેરા દ્વારા નગર સજ્જ.

 ગરબાડામાં સાર્વજનિક સ્મશાન,બસ ડેપો,મેન બજારમાં પાણીની નવી લાઈનોના કામ બાકી..

ગરબાડા તા.06

ગરબાડા તાલુકા મથકનું ગામ હોવા છતાં અમુક સુવિધાઓથી વંચિત:સાર્વજનિક સ્મશાન,બસ ડેપો,મેન બજારમાં પાણીની નવી લાઈનોના કામ બાકી...

ગરબાડા નગર એટલે તાલુકા મથક નું ગામ.જે એક આદર્શ ગામ બનવું જોઇએ પરંતુ હજી પણ ગરબાડા નગર માં વર્ષો જુની સમસ્યાઓ જૈસે થે પરીસ્થીતી માં જોવા મળી રહી છે. ગ્રામ પંચાયત દ્વારા આખા નગરમાં 40 જેટલા સીસીટીવી કેમેરા લગાવીને નગરને સજ્જ કરવામાં આવ્યું છે. ગરબાડા નગરની 13000 વસ્તીને આવરી લેતી નલ સેજલ યોજનામાં અડધા ગામમાં પાણીની નવી લાઈનો નાખવામાં આવી રહી છે પરંતુ ગામ તળ માં આવેલ મેન બજાર નો વિસ્તાર જ આ યોજનામાંથી બાકાત રાખવામાં આવ્યો છે. મેન બજારમાં 40 થી 45 વર્ષ જૂની લાઈનોમાં આજે પણ પાણી આપવામાં આવી રહ્યું છે જેના લીધે ગટરના ગંદા પાણી પણ ઘણીવાર મિક્સ થાય છે. ગરબાડા ગામના મેન બજારમાં નવીન પાણીની પાઇપલાઇન નાખવી ગરબાડા ગામનું સાર્વજનિક સ્મશાન માટે પણ ગ્રામ પંચાયતે 10 લાખ જેટલા રૂપિયા ફાળવવામાં આવ્યા છે તાલુકા મથકનું ગામ હોવા છતાં બસ ડેપો નો અભાવ જોવા મળી રહ્યો છે. ગ્રામ પંચાયત દ્વારા પાછલા વર્ષમાં બે જાહેર શૌચાલાયો પણ બનાવવામાં આવ્યા છે છતાં આજે પણ ગરબાડા નગરમાં અનેક સમસ્યાઓ વર્ષોથી ચાલી રહી છે જેનો આજ દિન સુધી કોઈ ઉકેલ આવી શક્યો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!