
રાહુલ ગારી :- ગરબાડા
મામલતદાર કચેરી ગરબાડા ખાતેથી શિક્ષકો દ્વારા મતદાન જાગૃતિ બાઈક રેલી નીકળી..
ગરબાડા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીએ લીલી ઝંડી આપી
ગરબાડા તા.26
હાલ વિધાનસભા 2022 ની ચૂંટણીનું બીજા ચરણમાં 5 ડિસેમ્બરના રોજ મતદાન થવા જઈ રહ્યું છે જેમાં ગરબાડા તાલુકાના શિક્ષકો દ્વારા મતદાન જાગૃતિ અંતર્ગત અવસર રથ ની સાથે ગરબાડા ના શિક્ષકો દ્વારા બાઈક રેલી ગરબાડા મામલતદાર કચેરી ખાતેથી કાઢવામાં આવી હતી જેમાં ગરબાડા મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારી અને બી.આર.સી દ્વારા આ મતદાન જાગૃતિ રેલીને લીલી ઠંડી આપવામાં આવી હતી જે મતદાન જાગૃતિ રેલી ગરબાડા નગરમાં ફરીને ગાંગરડી અને ભરસડા સહિતના જુદા જુદા વિસ્તારોમાં પરિભ્રમણ કરીને ગામ લોકો તેમજ નાગરિકોને મતદાન કરવા માટે જાગૃત કર્યા હતા અને આ લોકશાહીના પર્વમાં મતદાન કરે અને પોતાના અમૂલ્ય મત નો ઉપયોગ કરે તે માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ મતદાન જાગૃતિ બાઈક રેલીમાં તાલુકાના મોટી સંખ્યામાં શિક્ષકો જોડાયા હતા