
રાહુલ ગારી, ગરબાડા
ગરબાડા તાલુકા આમ આદમી પાર્ટીમાં ભંગાણ 133 વિધાનસભા સંગઠન મંત્રી શૈલેષ મેડાએ રાજીનામું આપ્યું
પ્રાપ્ત માહિતી અનુસાર આગામી વિધાનસભાની ચૂંટણી નું બુગલ ફૂંકાઈ ગઈ છે અને રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે અને આદમી પાર્ટી કોંગ્રેસ તેમજ બીટીપી અને ભારતીય જનતા પાર્ટી દ્વારા પોતાના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી રહી છે જ્યારે આજે તારીખ 12 નવેમ્બર ના રોજ ગરબાડા તાલુકાના આમ આદમી પાર્ટીના 133 ગરબાડા વિધાનસભા સંગઠન મંત્રી શૈલેષ કુમાર મેડા આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી પદ પરથી રાજીનામું આપતા પંથકમાં ખળ બલાટ મચી જવા પામે છે જેમાં શૈલેષ કુમાર મેડાએ કયા કારણોસર ગરબાડા આમ આદમી પાર્ટી 133 વિધાનસભા સંગઠન મંત્રી પદ રાજીનામું આપ્યું છે તે ચર્ચાનો વિષય બન્યો છે