
જીગ્નેશ બારીયા :- દાહોદ
ગરબાડા તાલુકાના અભલોડ ગામેથી પોલીસે રૂા. ૩૦ હજાર ઉપરાંતના વિદેશી દારૂ તેમજ મોટરસાઈકલ સાથે બાળકિશોર પકડ્યો
દાહોદ તા.૧૭
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જેસાવાડા પોલીસે અભલોડ ગામે કોટડા ફળિયામાં જરૂરી વોચ દરમ્યાન કાયદાના સંઘર્ષમાં આવેલ ૧૭ વર્ષીય બાળ કિશોરને રૂા. ૩૦,૮૦૦ના વિદેશી દારૂના જથ્થા સાથે મોટરસાઈકલ મળી કુલ રૂા. ૪૫,૮૦૦નો મુદ્દામાલ સાથે પકડી પાડ્યાનું અને તે કિશોરની સાથેના ઈસમ નાસી ગયાનું જાણવા મળે છે.
પ્રોહી અંગેની મળેલ બાતમીના આધારે જેસાવાડા પોલીસે ગતરોજ બપોરના સમયે અભલોડ ગામે કોટડા ફળિયામાં જરૂરી વોચ ગોઠવી હતી તે દરમ્યાન બપોરના પોણા ત્રણ વાગ્યાના સમયે બાતમીમાં દર્શાવેલ મોટરસાઈકલ નજીક આવતાં વોચમાં ઉભેલ પોલીસે મોટરસાઈકલ ચાલકનો સવાલ અભાલોડ ગામના ખેડા ફળિયામાં રહેતા અને કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળ કિશોરને ઝડપી પાડ્યો હતો તેની પાસેથી વિદેશી દારૂની બોટલ નંગ. ૩૮૦ કિંમત લરૂા. ૩૦,૮૦૦ના કુલ કિંમતના વિદેશી દારૂના જથ્થો કબજે કરી મોટરસાઈલ મળી પોલીસે કુલ રૂા. ૪૫,૮૦૦નો મુદ્દામાલ કબજે કરી ઝડપાયેલ બાળ કિશોર અને ફરાર અન્ય એક ઈસમ મળી કુલ બે વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
———————