Monday, 14/07/2025
Dark Mode

ગરબાડાની 23 વર્ષીય ગર્ભવતી મહિલાને એમ્બયુલન્સમાં જ મહિલાની સફળ પ્રસુતી કરાઈ..

November 9, 2022
        3515
ગરબાડાની 23 વર્ષીય ગર્ભવતી મહિલાને એમ્બયુલન્સમાં જ મહિલાની સફળ પ્રસુતી કરાઈ..

રાહુલ ગારી, ગરબાડા 

 

ગરબાડાની 23 વર્ષીય ગર્ભવતી મહિલાને એમ્બયુલન્સમાં જ મહિલાની સફળ પ્રસુતી કરાઈ..

 

દાહોદ લોકેશનની એમ્બયુલેસમાં કાર્યરત EMT -પાઇલોટે મહિલાની સફળ પ્રસુતિ કરાવી બન્નેને નવજીવન મળ્યું..

 

માતા અને બાળકને વધુ સારવાર માટે જેસાવાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાઈ.. 

 

 

ગરબાડા તાલુકાના નેલસુર ગામની ગર્ભવતી મહિલા માટે ઇમર્જન્સી સેવા દેવદૂત બનીને આવી હોય જેમાં ગર્ભવતી મહિલાને પ્રસુતી માટે હોસ્પિટલ લઈ જતી વેળાએ મહિલાને રસ્તામાં પ્રસવની પીડા ઉપડતા ઇમર્જન્સી એમ્બયુલન્સ સેવાના ઇએમટી પાયલોટે એમ્બયુલેન્સ માં જ મહિલાની સફળ પ્રસુતી કરાવી હતી અને ત્યારબાદ બાળક અને માતા સ્વસ્થ જણાતા તેઓને નજીકના સીએચસી સેન્ટર ઉપર મોકલી આપવામાં આવ્યા હતા.

 

ગુજરાતમાં 2008 થી શરૂ થયેલી ઇમર્જન્સી 108 અંબ્યુલેન્સ સેવા છેલ્લા 14 વર્ષોથી સરહદી તેમજ આદિવાસી બાહુલય ધરાવતા દાહોદ જિલ્લાના આંતરિયાલ વિસ્તારોમાં ગરીબ તેમજ મધ્યમ વર્ગ માટે કટોકટીના સમયમાં દેવદૂત બની કેટલાય લોકોના જીવ બચાવી સંજીવની સમાન સાબીત થઈ રહી છે ત્યારે આવો જ એક વધુ કિસ્સો ગરબાડા તાલુકામાં બનવા પામ્યો છે જેમાં નેલસુર ગામની 23 વર્ષીય રશિદાબેન રિતેશભાઈ ગમાર નામક પરિણીત ગર્ભવતી મહિલાને પ્રસુતી માટે હોસ્પિટલ લઈ જવાની હોવાથી તેમના પરીવારજનોએ 108 ઇમર્જન્સી સેવામા કોલ કરતા દાહોદ લોકેશનની એમ્બયુલેન્સ સેવામા ઇએમટી શુશીલાબેન પટેલ તેમજ પાયલોટ નિલેશભાઈ રાઠોડ નેલસુર ગામેથી આ ગર્ભવતી મહિલાને હોસ્પિટલ ખાતે લઈ જવા માટે રવાના થયાં હતા.ત્યારે રસ્તામાં મહિલાને પ્રસવની પીડા ઉપડતા તેઓને હોસ્પિટલ લઈ જતા પહેલા જ ઇએમટી પાયલોટે એમ્બયુલેન્સ માંજ પ્રસુતી કરાવવાની ફરજ પડતા બન્નેએ એમ્બયુલેન્સ માંજ મહિલાની સફળ પ્રસુતી કરાવતા મહિલા એ બાળકીને જન્મ આપ્યો હતો.જોકે બાળકત્યારબાદ માતા અને બાળક બન્ને સ્વસ્થ જણાતા એમ્બયુલેન્સ સેવાના કર્મચારીઓએ બન્ને મા દીકરાને વધુ સારવાર અર્થે જેસાવાડા સીએચસી સેન્ટર ખાતે મોકલી આપ્યા હતા. આ તબબકે 108 ઇમર્જન્સી સેવાના કર્મચારીઓની ઉત્કૃષ્ટ અને સરાહનીય કામગીરી બદલ તે મહિલાનાં પરીવાર જનોએ તેમનો આભાર માની તેમની કામગીરીને બિરદાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!