
રાહુલ ગારી, ગરબાડા
ગરબાડા નવા ફળિયામાં ત્રણ ઈસમોએ ખેતરમાં બોર પર મુકેલ વાયરોની કરી ચોરી…
દાહોદ.તા.૦૩
ગરબાડા નવા ફળિયાના ત્રણ જણાએ તેમના ફળીયાના એક ઈસમના ખેતરમાં બોર પર મૂકેલ મોટરના રૂા. ૩૦૦૦ની કુલ કિંમતના આશરે ૧૦૦ ફુટ જેટલા વાયરો ચોરીને લઈ ગયાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર ગરબાડા નવા ફળિયામાં રહેતા વિજયભાઈ નારસીંગભાઈ બારીયા, ભલાભાઈ રમણભાઈ બારીયા તથા કાળીયાભાઈ દીતાભાઈ બારીયા એમ ત્રણે જણા ગત તા. ૨૦-૧૦-૨૦૨૨ના રોજ બપોરના બાર વાગ્યાના સુમારે તેમના ફળિયામાં રહેતા નારૂભાઈ કાળુભાઈ મોહણીયાના ખેતરમાં બોર ઉપર મૂકેલ મોટરના અંદાજે રૂા. ૩૦૦૦ની કિંમતના આશરે ૧૦૦ ફુટ લાંબા વાયરો કાપી ચોરીને લઈ ગયા હતા. આ સંબંધે ગરબાડા નવા ફળિયામાં રહેતા નારૂભાઈ કાળુભાઈ મોહણીયાએ નોંધાવેલ ફરિયાદને આધારે ગરબાડા પોલિસે ગરબાડા નવા ફળિયામાં રહેતા વિજયભાઈ નારસીંગભાઈ બારીયા, ભલાભાઈ રમ ણભાઈ બારીય ા તથા કાળીયાભાઈ દીતાભાઈ બારીયા વિરૂધ્ધ ઈપિકો કલમ ૩૭૯, ૧૧૪ મુજબ ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.