Friday, 19/04/2024
Dark Mode

દાહોદ તાલુકાના બોરડી ઈનામી ગામેથી મહિલાન 26 હજારના વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાઈ…

November 3, 2022
        560
દાહોદ તાલુકાના બોરડી ઈનામી ગામેથી મહિલાન 26 હજારના વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાઈ…

રાજેશ વસાવે, દાહોદ 

 

દાહોદ તાલુકાના બોરડી ઈનામી ગામેથી મહિલાન 26 હજારના વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાઈ..

 

દાહોદ.તા.૦૩

 

કતવારા પોલિસે બોરડી ઈનામી ગામે ગોવાળી ગામની શંકાસ્પદ લાગતી મહિલાને પકડી પાડી તેની પાસેની પ્લાસ્ટીકની થેલીઅ ો ની તલાસી લઈ થેલીઓમાંથી રૂા. ૨૬ હજાર ઉપરાંતની કિંમતની વિદેશી દારૂની પ્લાસ્ટીકની બોટલો પકડી પાડી કબજે લઈ તેની અટક કર્યાનું જાણવા મળ્યું છે.

 

પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ તાલુકાના ગોવાળી ગામે મોવડા ફળિયામાં રહેતી મનાબેન મલ સીંગભાઈ સુરમલભાઈ ભુરીયા ગતરોજ બપોરના સવા વાગ્યાના સુમારે બોરડી ગામે ત્રણ રસ્તા પર હાથમાં પ્લાસ્ટીકની થેલીઓ લઈ ઉભી હતી તે વખતે પેટ્રોલીંગમાં નીકળેલ કતવારા પોલિસની ગાડી જાેઈ આઘી પાછી થવાની હિલચાલ કરતા પોલિસને તેની હિલચાલ શંકાસ્પદ લાગતા પોલિસે તેણીના હાથમાં પકડેલ પ્લાસ્ટીકની થેલીઓની તલાસી લેતા તેની પાસેની પ્લાસ્ટીકની થેલીઓમાથી રૂા. ૨૬,૯૨૮ની કિંમતની વિદશી દારૂની પ્લાસ્ટીકની બોટલો નંગ-૨૬૪ પકડી પાડી કબજે લઈ ગોવાળી ગામની મનાબેન મલસીંગભાઈ સુરમલભાઈ ભુરીયાની અટક કરી તેની વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!