
રાહુલ ગારી, ગરબાડા
મોરબી દુર્ઘટનામાં અટકાયત કરાયેલા ગરબાડાના યુવકોના પરિવરજનોની સામાજિક કાર્યકર્તાઓએ લીધી મુલાકાત..
મોરબી દુર્ઘટના માં અટકાયત કરેલ ગરબાડા તાલુકાના ટુંકીવજુ ગામના યુવાનોના પરિવારજનો સાથે સામાજિક કાર્યકર્તાઓ દ્વારા મુલાકાત
મોરબીમાં મચ્છુ નદી પર રવિવારે ઝૂલતો પુલ તૂટતાં ૧૩૦ થી વધુ લોકોના મોત થયા હતા.આ મામલે ૯ લોકો સામે બેદરકારીનો ગુનો દાખલ કરીને તેમની અટક કરાઇ છે.જેમાંથી ૩ લોકો દાહોદ ના ટુંકીવજુ ગામના છે આ ત્રણેય લોકો મજૂરી કામ માટે ગયા હતા આ ત્રણેય યુવાનો ઓરેવા ઘડિયાળની કંપનીમાં કામ કરવા ગયા હતા તેઓ કંપનીમાં માલ સામાન ઉતારવા અને મૂકવા નું કામ કરતા હતા અને ત્યાંથી તેઓને કંપની દ્વારા પુલના સમારકામ ના કામમાં મૂકવામાં આવ્યા હતા તેવું યુવકોના પરિવારજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું અને હાલ પરિવાર દ્વારા પોતાના છોકરા નિર્દોષ હોય અને આ પુલનું સમારકામ કરનાર ઑરેવા કંપની ના મેન્ટેનન્સ તથા મેનેજમેન્ટ કરનાર એજન્સી એ આ બ્રીજનું યોગ્ય રીતે સમારકામ તથા ક્વોલિટી ચેક કર્યા વગર વિના કાળજીથી વગર તથા યોગ્ય મેનેજમેન્ટ નહિ કરતાં લોકોના મૃત્યુ થયા છે અને સામાન્ય માણસોની જીંદગી જોખમાય તેમ જાણતાં હોવા છતાં પુલને ખુલ્લો મુકાયો હતો જે માટે જવાબદાર કંપની તથા જવાબદાર વ્યક્તિઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવાના બદલે સામન્ય ગરીબ મજૂર વ્યક્તિઓને ફસાવવામાં આવી રહ્યા છે અને જે લોકો દોષી છે તેમને સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે અને નિર્દોષ મજૂરોને છોડી મૂકવા માટે પરિવારજનો હૈયાભેર રુદન સાથે માંગ કરાઈ રહી છે.
આ બાબતે આદિવાસી સમાજના આગેવાનો દ્વારા મોરબી પુલ દુર્ઘટનામાં અટકાયત કરાયેલ ગરબાડા તાલુકાના નિર્દોષ ત્રણેય યુવાનોને ન્યાય અપાવવા પરિવારજનોની મુલાકાત લેવામાં આવી હતી જેમાં શૈલેષભાઈ મેડા, મોહનભાઈ ભુરીયા ,ધર્મેશ ચૌહાણ ,ધર્મેશભાઈ પરમાર સહિતના મોટી સંખ્યામાં આદિવાસી આગેવાનો દ્વારા યુવાનોના પરિવારજનો ની મુલાકાત લીધી હતી.