
રાહુલ ગારી, ગરબાડા
ગરબાડા તાલુકાના જેસાવાડા ગામે દિવાળીની સાફ-સફાઈ દરમિયાન 16 વર્ષીય બાળકી પર દિવાલ પડતા મોતને ભેટી
દાહોદ તા.17
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જેસાવાડા ગામે પોતાના મકાનમાં દિવાળીની સાફ સફાઈ કરતી એક 16 વર્ષીય સગીરા અકસ્માતે દિવાલ પરથી પડી જતા તેણીનું મોત નીપજનું જાણવા મળે છે.
ગતરોજ જેસાવાડા ગામે નિશાળ પાસે રહેતી 16 વર્ષીય રિધ્ધીબેન જયેશભાઈ ચૌહાણ પોતાના વિસ્તારમાં આવેલ પોતાના જૂના મકાને ગઈ હતી અને ત્યાં દિવાળી આવતી હોય મકાનની સાફ-સફાઈ કરતા હતા તે સમયે સાફ-સફાઈ કરતી વેળાએ અકસ્માતે દિવાલ પરથી નીચે જમીન પર રિદ્ધિ બેન ભટકાતા તેઓને માથાના ભાગે ગંભીર જીવલેણ ઇજાઓ પહોંચી હતી ઘટનાને પગલે પરિવારજનોએ ગંભીર ઇજાગ્રસ્ત રિદ્ધિ બેનને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા પરંતુ દવાખાનાના તબીબો એ રિદ્ધિબેન ને મૃત જાહેર કરતા પરિવારજનોમાં આઘાત પ્રસરી જવા પામ્યો હતો.
આ સંબંધે ગામમાં રહેતા દશરથભાઈ બાલુભાઈ ચૌહાણ એ જેસાવાડા પોલીસ મથકે જાણ કરતા પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગડો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.