
રાહુલ ગારી, ગરબાડા
ગરબાડા – દાહોદ હાઇવે પર રામ ડુંગરા નજીક અકસ્માત સર્જાયો: અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત
દાહોદ અલીરાજપુર હાઇવે પર માર્ગ અકસ્માતોના બનાવવામાં દિન પ્રતિદિન વધારો
ગરબાડા તા.16
ગરબાડા – દાહોદ હાઈવે રામડુંગરા નજીક દાહોદ અલીરાજપુર હાઇવે પર સાંજના સુમારે પુરપાટ આવતી ઇકો ફોર વહીલર ગાડીએ એક મોટર સાઇકલને અડફેટે લેતા મોટર સાઇકલ સવાર બન્ને વ્યક્તિઓના ઘટના સ્થળે પ્રાણ પખેરુ ઉડી જવા પામ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા -દાહોદ-અલીરાજપુર હાઇવે પર અવારનવાર વાહન ચાલકોની ગફલત તેમજ બેદરકારી લીધે અકસ્માત સર્જાઈ રહ્યા છે. આ હાઇવે પર દિન પ્રતિદિન માર્ગ અકસ્માતના બનાવવામાં વધારો થતા જોવા મળી રહ્યો છે ત્યારે હાઇવે પર આજરોજ વધુ એક માર્ગ અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં ગરબાડા-દાહોદ હાઇવે પર રામડુંગરા નજીક પુરપાટ જતી ઇકોકારના ચાલકે ટુ-વ્હીલર ગાડીને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.જેમાં બાઈક પર સવાર બે વ્યક્તિઓ રોડની સાઈડમાં ફંગોળાતા બંને વ્યક્તિઓ ઇજાગ્રત થતા તેઓ ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.અકસ્માતની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે આવી ગઈ હતી. અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.