ઇરફાન મકરાણી, દેવગઢ બારિયા
દેવગઢબારીયા તાલુકાના ઉચવાણ ગામે પ્રા.શાળા ખાતે વયનીવૃતીનો કાર્યક્રમ યોજાયો
આ કાર્યક્રમમાં દેવગઢબારિયાના મહારાજા અને પૂર્વ ધારાસભ્ય તુષારસિંહ બાબા હાજર લોકોમાં ખુશીનો માહોલ
દેવગઢબારિયા તાલુકાના ઉચવણ ગામે પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા મનહરભાઈ જેસિંગભાઈ બારીયા દ્વારા લોકોને ખુબ ભણે અને જીવનમાં ખૂબ પ્રગતિ કરે તેવી શુભામનાઓ પાઠવવામાં આવી અને આ કાર્યક્રમમાં દેવગઢબારિયા મહારાજા અને પૂર્વ ધારાસભ્ય તુષારસિંહ બાબા નાઓના અધ્યક્ષસ્થાને બારીયા મનહરભાઈ જેસિંગભાઈ શિક્ષક તરીકે ફરજ બજાવતા હતાં તેમનો વયનિવૃત થતાં તેમનું નિવૃત જીવન સ્વસ્થ, નિરોગી, દીર્ઘાયુ અને પ્રવૃત્તિમય પસાર થાય તેવી શુભેચ્છાઓ પાઠવતા દેવગઢ બારીયા કેળવણી મંડળ અધ્યક્ષ, પ્રદેશ કારોબારી સભ્ય તથા પૂર્વ ધારાસભ્ય તુષારસિંહ બાબા હાજરી આપતા લોકોમાં ખુશી જોવા મળી આ કાર્યક્રમમાં સરપંચ, વડીલો, યુવાનો આગેવાનો, બહેનો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો.