Friday, 19/04/2024
Dark Mode

ગરબાડા તાલુકાના પાંદડી ગામે વાહન ટોળકીએ ઘરના આંગણામાં પાર્ક કરેલી ફોર વહીલ ગાડીની કરી ઉઠાંતરી..

October 20, 2021
        1750
ગરબાડા તાલુકાના પાંદડી ગામે વાહન ટોળકીએ ઘરના આંગણામાં પાર્ક કરેલી ફોર વહીલ ગાડીની કરી ઉઠાંતરી..

જીગ્નેશ બારીયા દાહોદ 

ગરબાડા તાલુકાના પાંદડી ગામે વાહન ટોળકીએ ઘરના આંગણામાં પાર્ક કરેલી ફોર વહીલ ગાડીની કરી ઉઠાંતરી 

દાહોદ તા.20

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના પાંદડિ ગામે એક વ્યક્તિએ પોતાની ફોરવીલર બોલેરો ગાડી કિંમત રૂપિયા બે લાખની ઘરના આંગણે લોક મારી પાર્ક કરી હતી.આ બોલેરો ગાડીને કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી ચોરી કરી લઇ નાસી જતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

ગત તારીખ ૧૮મી ઓક્ટોબરના રોજ પાંદડી ગામે પટેલ ફળિયામાં રહેતા કમલેશભાઈ માનાભાઈ પસાયાએ પોતાની આશરે બે લાખની કિંમતની બોલેરો ફોરવિલ ગાડી પોતાના ઘરના આંગણે લોક મારી રાત્રિના સમયે પાર્ક કરી હતી ત્યારે કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી બોલેરો ગાડીનું લોક તોડી બોલેરો ગાડી ની ચોરી કરી લઇ જતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ સંબંધે કમલેશભાઈ માનાભાઈ પસાયાએ જેસાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!