Saturday, 01/10/2022
Dark Mode

ગરબાડા નજીક બાબા ઘોડાજા કુંવર દેવ સ્થાનક પર આજે પણ અનેક લોકો પોતાની બાધા- માનતા પૂર્ણ કરવાનું સ્થાન..!!

July 31, 2022
        739
ગરબાડા નજીક બાબા ઘોડાજા કુંવર દેવ સ્થાનક પર આજે પણ અનેક લોકો પોતાની બાધા- માનતા પૂર્ણ કરવાનું સ્થાન..!!

બાબા ઘોડાજા કુંવર દેવ પાટાડુંગરી દાહોદ  બાબાદેવના સ્થાનક પર આજે પણ અનેક લોકો પોતાની બાધા- માનતા પૂર્ણ કરવા આવતા હોય છે

પાટાડુંગરી ખાતે રાજા બાબા ઘોડાજા દેવમાં આજે પણ લાખો ભક્તોની અતૂટ શ્રધ્ધા

બાબાઘોડાજા અને ગોરીયા દેવના શાસનકાળમાં ગાંગડીયા રૂપિયા પરથી ગાંગરડી ગામનું નામ પડયું હતું

ગરબાડા તા.31

આદિવાસી બાહુલ્ય ધરાવતા ગરબાડા તાલુકામાં વસવાટ કરતા આદિવાસી બાબા ઘોડાજા દેવમાં આજે પણ અતૂટ આસ્થા ધરાવે છે અને બાપા- માનતા આખડીયા જેવા વિવિધ કાર્યક્રમો રોજના બાબા થોડા દેવના મંદિર થતા જોવા મળે છે. માલવા કોંકણ ગઢના ગોડ ગજરાજાને સાત દીકરીઓ હતી અને આઠમાં સંતાનમાં દીકરા તરીકે પુત્રએ જન્મ સીધો જેનું નામ ઘોડોજાકુંવર રાખવામાંઆવ્યું હતું.તે સમયે ગોડ ગજ રાજાના રાજ પરગણા ને છીનવવા માટે તથા વંશ ખતમ કરવાનું ષડયંત્ર ત્યાં ના મેસડાઓ એ કર્યું હતું. જેમાં પગલાને છીવવા માટે તથા વંશ દીપકને ખતમ કરવાનું ષડયંત્ર ત્યાંના મેસડાઓએ કર્યુ અને રાજાનું રાજ્ય ઢોલ ઘોડો તલવાલ છીનવી લીધી અને રાજાને જીવતો ઝડપી લીધો પરિવારને બચાવવા માટે માતા હીમલ દેવી પોતાની નણંદોઇ માતા સોજાય કે જેઓનું દાહોદ. પરેલ વિસ્તારમાં આજે પણ સ્થાન મોજુદ છે. ત્યાં ગુપ્તેશે આવ્યા હતા. ભાભીની વિપરીત આ જોઇને રાતોરાત નણંદ – ભોજાઇએ ભાભી હીરમલ તથા પરિવારને બચાવવાં ગુપ્ત માર્ગ બનાવ્યો અને પહેલી દીકરી ને જાલત નગરીમાં વસાવી જે આજે લખેશ્વરી માતા તરીકે પૂજાય છે. બીજી ડોલી માતા દેવધા રાડુંગરોમાં બિરાજમાન છે. ત્રીજી દીકરી પાયુડી પાંચવાળામાં નિરાજમાન છે. ગૌથી દીકરી સડોળ માતા સાહડા ગામમાં બિરાજમાન છે. પાંચમી દીકરી ગેંદી દેવી ગરબાડામાં છઠી દીકરી નવલી દેવી તેની નળવાઇ ગામમાં વેરાઈમાતા તથા સાતમી દીકરી પાના દેવી ગર પાંદડી ગામમાં બિરાજમાન છે. માતા હિરવેલ તમામ અધિકારીઓને જે સ્થાન પર આરક્ષિત કરી પોતાના દીકરા ને બચાવવા માટે ગરબાડા તાલુકાના રાખડુંગરાના કાચલા ફળીયા માં રહેતો કરણવા નામ ના એક આદિવાસી ભીલને ભાઇ બનાવ્યો હતો અને પોતાના દીકરા ના દિવસો વાળ્યા દીકરો મોટા થયા પછી પોતાના પિતાની ઢોલ ઘોડો તલવાર પાછી મેળવી અને પોતાનું રાજપાટ ત્યાં છોડી અને પરત મામા કરણવા પાસે આવી ગયો હતો. જેથી ભીલ જાતિને હાલ પણ મામા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ પુર્નવસવાટ કરવા માટે ગોડ પુત્ર, ગોડ, ગરબાડા ગામના ધણી ના બાબાદેવ ગોરિયા સાથે મળી હાલના કહેવાતા ટૂંકી ગામમાં ચાર નદીઓનો સચ્ચે આવેલા તે બીટ પર પુર્નવસવાટ બાબા ઘોડાજા દેવે કર્યો અને તે અરસામાં આ બંને દેવોએ મળી આવ ગામમા ટકશાળ ઊભી કરી ત્યાં ગાંગડિયા રૂપિયા વગર છાપના મોહર વગરના જે તે નગરીઓમાં વહીવટમાં સીધા જેનું મોનીટરીંગ હાલના ગાંગરડી ગામમાં થતુ જે ગાંગડિયા રૂપિયા પરથી ગામનું નામ ગાંગરડી પડ્યું.

પાટાડુંગરીમાંથી એક ભાગ પૂર્વ પટ્ટી તરફ વાળી અને ખાંધ દીધી હતી

એકવાર ચોમાસાની ઋતુમાં ટંકશાળની આ જુદુ ચાર નદીઓ આવેલ છે જે નદીઓ ગાંડી બની હતી ધાને જેનો ઘોડાપુર બાબા ઘોડાદેવના ડુંગર પાસે આવેલ પાટા ડુંગરી તળાવ પાસેથી પસાર થતો હતો જે પાણી નુ વહેણ બાબા ઘોડાજ કુંવરની કોઇ સુજાયા માતા દેવા બેટા કે દાહોદની જવાનો હતો જેથી હિરવેલ માતાના દેશ એટલે દાહોદ ને વહાવી લઈ જવાનો હતો જેથી હિરવેલ માતા ના કહેવા થી બાબાદેવ એ પાટાડુંગરી માં થી એક ભાગ પૂર્વ પટ્ટી તરફ વાળી ખાંધ દીધી જેથી એક નવી નદી અસ્તિત્વમાં આવી અને જેનું નામ ખાંધ નદી પડ્યું. હાલમાં જે ખાન નદી તરીકે ઓળખાય છે.

માછલીઓની ડોકમાંથી આજે પણ કાંકરો નીકળે છે!

 બાબા ઘોડાજા જાધવે નદી ના વહેણ વાળ્યા હતા તે સમયે એક કાંકરો માછલી ને માર્યો હતો જે માછલી આજે ડોક માછલી તરિકે ઓળખાય છે આજે પણ આ નામ ની માછલી ઓ ને ડોક માં થી કાંકરો નીકળે છે તથા બાબા ઘોડાજા દેવ નો જ્યાં ભાલો વાગ્યો હતો ત્યાં થી એક બુડી માં અવરિત જળતી ધારા વહે છે તથા જ્યાં બાબા ઘોડાજા દેવ ના ઘોડા નો પગ લપચી ગયો હતો તે નિશાની પત્થર પર આજે પણ પ્રચલિત મોજુદ છે ટૂંકી વજુ ગામમાં સાત ઘોડા નો ટોડલો મૂકાય છે. તેમજ ગરબાડા તાલુકાના ટૂંકી વજુ ગામ માં સાત ઘોડા નો ટોડલો તથા ગરબાડા માં ટોડલો પટેલ ગામ ના જાંપે મૂકે છે

બાબાદેવે આ ગૌધનને ધાણા વાળ્યા હતા

ગૌધન લૂંટાયુ ત્યારે બાબાદેવે પાછા વળ્યાં હતા બાબા ઘોડાજા દેવ ના વિસ્તારમાંથી જયારે ગૌધન લુટાયું હતું ત્યારે બાબા ઘોડાજા એ પાછા વાળ્યા હતા જ્યારે ચિલકોટા ગામ ના નંડેલાવ માં તે વાછરડી અને પાડી લૂંટારુ પાસે થી છૂટી ગઈ હતી જે જોટ અને કડીઓલ નદી તરિકે નરસિંગ દેવ ડુંગરા માં થી આજે પણ વહે છે તથા એક વાછરડો સરસોડા ગામે માતા રાગણે પાછો આવ્યો હતો જે વાછરડો જેસાવાડા પંથક માં આજે ઉમરિયા કોતર તરિકે હયાત છે

બાબાદેવ-ગોરીયાદેવે ચારેય ખૂંટમાં રાજ કર્યું જે તે સમયે આ બંને તેઓએ ઈશાને બારસો બારા વિસ્તાર નૈઋત્ય 36 સુંવાળ વિસ્તાર વાયવ્ય ચારસો ચોરાહી વિસ્તાર અને અગ્નિ સોળસો ભગોરિયા સુઘી ચારેય ખૂંટ માં રાજ કર્યું હતું

ગાંગડીયા રૂપિયા છાપા માટે ટંકશાળની સ્થાપના કરી હતી

ગરબાડા ના પાટા ડુંગરી વિસ્તાર માં વિરાજમાન બાબા ઘોડાજા દેવ અને બાબા ગોરીયા દેવ બંને દેવો એ પોતાના શાસન કાળ માં ટૂંકી વજુ ગામ માં ચાર નદી ઓના આરક્ષણ વચ્ચે ગાંગડિયા રૂપિયા છાપવા માટે ટંકશાળ ની સ્થાપના કરી હતી તથા તે ગાંગડિયા રૂપિયા નો વહીવટ ગાંગરડી ગામ માં થતો હતો જેથી ટંકશાળ પરથી ટૂંકી અને ગાંગડિયા પરથી ગાંગરડી નામ પડ્યું તથા બાબા ઘોડાજા દેવ ની સાત બહેનો પૈકી લખેશ્વરિ માતા નુ સ્થાન સૌથી લોક પ્રિય છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!