
શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા
સૌરાષ્ટ્રમાં અતિ વરસાદથી વીજળી પડતા ફતેપુરા તાલુકાના ભોજેલા ગામના યુવકનું વીજળી પડતા થયેલ મરણ
ખેત મજૂરી કામ અર્થે રાજકોટ. ગયેલ યુવકનું વીજળી પડતા મૃત્યુ થયું
યુવકના મૃતદેહને વતન ભોજેલા ગામે લાવી અંતિમ વિધિ કરવામાં આવી
ફતેપુરા તા.14
ફતેપુરા તાલુકાના ભોજેલા ગામે રહેતા યુવક સૌરાષ્ટ્રના રાજકોટ ગામે ખેત મજુરી કામ અર્થે ગયેલ યુવકનો અતિ વરસાદ થી વિજળી પડતા મૃત્યુ થયું હતું ભોજેલા ગામના રહેવાસી જીતેન્દ્રભાઈ ઞલાભાઇ પરમાર ઉંમર વર્ષ આશરે ૪૫ સૌરાષ્ટ્રના રાજકોટ મુકામે ખેત મજૂરી અર્થે ગયેલા હતા રાજકોટ મુકામે અતિ વરસાદ થી વીજળી પડતા જીતેન્દ્ર ભાઇ પરમાર નું મૃત્યુ થતાં તેઓને લાશ ને માદરે વતન ભોજેલા ગામે લાવીને અંતિમવિધિ કરવામાં આવેલ હતી જીતેન્દ્ર ભાઈના આકસ્મિક મૃત્યુ થતાં તેના કુટુંબીજનો માતમ છવાઈ જવા પામ્યો હતો
ભોજેલા ગામ ના યુવક જીતેન્દ્રભાઈ પરમાર રાજકોટ મુકામે ખેત મજૂરી ગયેલ હતા વરસાદ વીજળી પડતાં મૃત્યુ થતા આજરોજ ભોજેલા ગામ એ તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી
હિતેશ ભાઈ પરમાર સરપંચ શ્રી ગ્રામ પંચાયત ભોજેલા