
શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા
ફતેપુરા તાલુકાના લખણપુર સીટના જિલ્લા પંચાયતના સભ્ય ને દાહોદ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે વરણી
શ્રી પ્રફુલભાઈ ડામોરની જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે ફતેપુરા તાલુકામાં હર્ષની લાગણી ફેલાઇ
ફતેપુરા તા.05
થોડા સમય પહેલા દાહોદ જિલ્લા પંચાયતની અને દાહોદ જિલ્લામાં સમાવેશ તમામ તાલુકા પંચાયત ની ચૂંટણી યોજાઈ હતી દાહોદ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાતા દાહોદ જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીના શાસન આવતા દાહોદ જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થવા પામેલ હતી ત્યારબાદ જિલ્લા પંચાયતના વિવિધ કમિટીના ચેરમેનો ને આજરોજ વરણી કરવામાં આવતા ફતેપુરા તાલુકાના લખણપુર સીટના જિલ્લા પંચાયત ના સભ્યો અને ફતેપુરા માર્કેટીંગ યાર્ડના ચેરમેન શ્રી પ્રફુલભાઈ ડામોર ને દાહોદ જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે વરણી થતા ફતેપુરા તાલુકા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને હોદ્દેદારોમાં ખુશીની લાગણી ફેલાઈ જવા પામી હતી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પ્રફુલભાઈ ડામોર મુબારકબાદી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા