જાબીર શુકલા :- પીપલોદ
દેવગઢબારીયા તાલુકાની પીપલોદ જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર અશ્વિન મકવાણાની દાહોદ જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે વરણી કરાઈ.
પ્રાપ્ત વિગતો મુજબ દાહોદ જિલ્લા માં તાજેતર માં થોડા માસ અગાઉ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ની સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીઓ યોજાઈ હતી. જેમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માં ભાજપા ની સ્પષ્ટ બહુમતી થતા ભાજપા નો ભગવો લહેરાયો હતો.
આજરોજ દાહોદ જિલ્લા પંચાયત ની કારોબારી માં તમામ ચેરમેન ની દાહોદ જિલ્લા ભાજપા પ્રમુખ શંકરભાઇ અમલિયાર તથા મહામંત્રી ની હાજરી માં પીપલોદ જિલ્લા પંચાયત સીટ ના ચૂંટાયેલા યુવા ઉમેદવાર અશ્વિન મકવાણા ને આરોગ્ય સમિતિ ના ચેરમેન તરીકે મહત્વ નો હવાલો પાર્ટી તરફથી સત્તાવાર રીતે સોંપવામા આવ્યો હતો. જિલ્લા પંચાયત ના તમામ ચેરમેન ની જાહેરાત પણ આજે કરી દેવામાં આવી હતી. દાહોદ જિલ્લા ભાજપા યુવા મોરચા ના ઉપાધ્યક્ષ કિરણ ખાબડે આરોગ્ય સમિતિ ના ચેરમેન તરીકે વરાયેલા અશ્વિન મકવાણા ને ટેલિફોનિક અભિનંદન પાઠવી શુભેચ્છા પાઠવી હતી. જયારે ચેરમેન અશ્વિન મકવાણા નું પંચેલા હોટલ ઘનશ્યામ ખાતે એપીએમસી ચેરમેન ભરત ભરવાડ, ભાજપા પાર્ટી પ્રમુખ મુકેશ પટેલ, કરણ મામાં, કીર્તન પટેલ, માજી સદસ્ય જુવાનસિંહ કાકા, મનુભાઈ મકવાણા, આજુબાજુ ના ગામડા ના સરપંચો તથા તાલુકા અને જિલ્લા સભ્યો એ ફૂલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું.