
જીગ્નેશ બારીયા :- દાહોદ
ફતેપુરા તાલુકાના કરોડીયામાં ગાંઠિયાએ યુવતીનો મોબાઈલ સેરવી દુકાનદાર પાસે લોક તોડાવ્યું: પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધ્યો
દાહોદ તા.૦૪
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના કરોડીયા ગામે એક યુવતીનો મોબાઈલ ફોન એક ચોર ચોરી કરી લઈ ગયાં બાદ મોબાઈલને એક મોબાઈલની દુકાને લઈ જઈ મોબાઈલના દુકાનદારે મોબાઈલનું લોક તોડી આપી એકબીજાની મદદગારી કરતાં હોવાનું પોલીસ સમક્ષ સામે આવતાં પોલીસે મોબાઈલ ચોર અને મોબાઈલના દુકાનદાર સામે ફરિયાદ નોંધી હોવાનું જાણવા મળે છે.
ગત તા.૨૨મી માર્ચના રોજ કરોડીયા ગામે બાયપાસ રોડ લેલાવા તળાવની પાળ પાસેથી રીંકલબેન રાજેશભાઈ સોલંકીનો રૂા.૧૦,૦૦૦ની કિંમતનો મોબાઈલ ફોન સંજયકુમાર કનુભાઈ હરીજન (રહે. કરોડીયા પુર્વ, તા.ફતેપુરા, જિ.દાહોદ) નો ચોરી કરી લઈ ગયો હતો. આ બાદ સંજયકુમાર દ્વારા આ મોબાઈલ ફોન લઈ તેનું લોક તોડાવવા ફતેપુરાના મોળા કુવા પાસે મોબાઈલની દુકાન ધરાવતાં રીઝવાન ઈબ્રાહીમ ધડા પાસે લઈ ગયો હતો. મોબાઈલના દુકાનદાર રીઝવાન દ્વારા આ ચોરીના મોબાઈલ ફોનનું લોક તોડી સંજયકુમારને આપી દીધો હતો.
આ અંગેની જાણ ફતેપુરા પોલીસને થતાં ફતેપુરા પોલીસે ઉપરોક્ત બંન્ને ઈસમો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.