Saturday, 20/04/2024
Dark Mode

દાહોદમાં m&p હાઈસ્કૂલમાં ધોરણ 11માં વિદ્યાર્થીઓને પ્રવેશ ન મળતા વાલીઓ દ્વારા હોબાળો..

August 4, 2021
        927
દાહોદમાં m&p હાઈસ્કૂલમાં ધોરણ 11માં વિદ્યાર્થીઓને પ્રવેશ ન મળતા વાલીઓ દ્વારા હોબાળો..

જીગ્નેશ બારીયા :-  દાહોદ 

દાહોદમાં m&p હાઈસ્કૂલમાં ધોરણ 11માં વિદ્યાર્થીઓને પ્રવેશ ન મળતા વાલીઓ દ્વારા હોબાળો 

દાહોદ તા.૦૪

દાહોદ જિલ્લાના મુખ્ય મથક એવા દાહોદ શહેરમાં આવેલ એમ.એન્ડ પી. હાઈસ્કુલ ધોરણ ૧૧માં વિદ્યાર્થીઓને પ્રવેશ ન મળતાં વાલીઓ દ્વારા ભારે હોબાળો મચાવ્યો હતો. આક્ષેપો પ્રતિ આક્ષેપોના દોર વચ્ચે એમ.એન્ડ.પી. હાઈસ્કુલના શાળા સંચાલક દ્વારા જણાવ્યાં અનુસાર, આ વર્ષે માસ પ્રમોશનના કારણે રાજ્ય સરકા અને બોર્ડ દ્વારા ૧૦૦ ટકા પરિણામ જાહેર કરતાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે અને ધોરણ ૧૧ના ત્રણ વર્ગાેમાં વિદ્યાર્થીઓને સમાવી શકાય તેવી શક્યતા ન હોવાને કારણે આ પરિસ્થિતી ઉદ્‌ભવવી છે ત્યારે વાલીઓના જણાવ્યાં અનુસાર, પોતાના બાળકોએ પહેલાંથી આ શાળામાં અભ્યાસ કર્યાે છે અને મેરીટી સારા આવવા છતાંય એડમીશન ન મળતાં પોતે મુંઝવણમાં મુકાયાં છે અને પોતાના બાળકોને હવે કંઈ શાળામાં એડમીશન કરાવવું તેની મુંઝવણમાં વાલીઓ મુકાયાં છે ત્યારે સમગ્ર મામલે દાહોદ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પણ આ મામલે તપાસ કરવામાં આવશે તેમ જણાવાયું છે.

દાહોદની એમ.એન્ડ પી. હાઈસ્કુલ ખાતે આજરોજ શાળા સંકુલમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓના વાલીઓ એડમીશન માટે પહોંચી ગયાં હતાં. ખાસ કરીને ધોરણ ૧૧ના વિદ્યાર્થીઓ અને વાલીઓનો મોટા પ્રમાણમાં એડમીશન માટે ઘસારો જાેવા મળ્યો હતો પરંતુ ધોરણ ૧૧ના વિદ્યાર્થીઓને એડમીશન ન મળતાં વાલીઓમાં નિરાશા સહિત આક્રોશ જાેવા મળ્યો હતો. જાણવા મળ્યાં અનુસાર, ધોરણ ૧૧ના વર્ગાે ભરાઈ જતાં અને સમાવી ન શકવાના કારણે ધોરણ ૧૧ના ઘણા વિદ્યાર્થીઓને એડમીશન મળ્યું ન હતું. આ મામલે એમ.એન્ડ પી.શાળાના સંચાલક પાસેથી જાણવા મળ્યાં અનુસાર, શાળામાં ધોરણ ૧૧ના માન્ય ૦૩ વર્ગાે ચાલે છે, ધોરણ ૧૦ના ૦૮ વર્ગાેની અંદર માસ પ્રમોશનના કારણે ૧૦૦ ટકા પરિણામ રાજ્ય સરકાર અને બોર્ડ દ્વારા જાહેર કરતાં વિદ્યાર્થીઓની સંખ્યાને ધોરણ ૧૧ના ૦૩ વર્ગાેમાં સમાવી શકાય તેવી સ્થિતી ન હોવાને કારણે પરિણા જ્યારે બોર્ડ દ્વારા કાચુ જાહેર થયું તે દિવસથી વિદ્યાર્થીઓને નામ અને માર્ક લખાવવાની સુચના આપવામાં આવી હતી તેના આધારે મેરીટ લીસ્ટ તૈયાર કરવામાં આવી હતી અને મેરીટ લીસ્ટ બોર્ડ પર ચોંટાડી એડમીશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ એડમીશનની પ્રક્રિયા દરમ્યાન સાત દિવસ સુધી માત્ર ૭૦ બાળકોએ પ્રવેશ લેતાં તે તૈયાર કરેલા લીસ્ટને શાળાના વિદ્યાર્થીઓના ચાલતાં ટોટલ ૩૧ ગ્રૃપોમાં ફોરવર્ડ કરી ૦૭ દિવસની મુદત આપવામાં આવી હતી ત્યાર પછી પણ એડમીશન વિદ્યાર્થીઓએ ન લેતાં ફરી તેમને ૦૩ દિવસની મુદત લંબાવવામાં આપવામાં આવી હતી અને ત્યાર બાદ તેમનો પ્રવેશ તેઓ નહીં મેળવે તો રદ્દ આવશે એવી સુચના પણ વોટ્‌સએપના માધ્યમથી જણાવવામાં આવેલ હતી ત્યાર બાદ જે વિદ્યાર્થીઓએ શાળાની અંદર મેરીટમાં હતાં ન હતાં તે તમામ બાળકોને પ્રવેશ આપી શાળાના ૦૩ વર્ગાે અને શાળા દ્વારા માંગવામાં આવેલ ચોથો વર્ગ એમ માની ૦૪ વર્ગાેમાં ૩૨૦ વિદ્યાર્થીઓને પ્રવેશ આપી દેવામાં આપી દેવામાં આવ્યાં હતાં. મેરીટ યાદી મુકી દેવામાં આવ્યાં પછી પણ વિદ્યાર્થીઓ અને વાલીઓએ કોઈક કારણો જેમાં તેઓની બેદરકારી કે કોઈપણ કારણોસર પ્રવેશ લીધો ન હોય તે જવાબદારી તેઓની છે.
આ સમગ્ર મામલે દાહોદ જિલ્લા શિક્ષાધિકારીના જણાવ્યાં અનુસાર, રાજ્ય સરકારના વિદ્યાર્થીલક્ષી કોવિડનો હાલ સમય ચાલી રહ્યો છે જેને અનુલક્ષીને માસ પ્રમોશનની કાર્યવાહી કરવામાં આવી છે જે પરિણામે ધોરણ ૧૦ અને ધોરણ ૦૯ની અંદર અને ધોરણ ૧૧ અને ૧૨ની અંદર તમામને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે એટલે સ્વાભાવિકપણે વિદ્યાર્થીઓની સંખ્યા વર્ગને અનુલક્ષીને વધારે છે તેમ છતાં રાજ્ય સરકારે જુલાઈ ૨૧થી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં જેતે વર્ગની મહત્તમ વિદ્યાર્થી સંખ્યા ૭૫ કરી દેવામાં આવી છે એટલે હવે શાળા ૭૫ વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકે છે. વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત ન રાખવા એવો પોતાની કચેરીએથી પણ જુલાઈ ૨૧થી પરિપત્ર જાહેર કર્યાે છે. સ્વાભાવિકપણે જ્યારે મર્યાદા પુર્ણ થઈ ગઈ હોય વાલીઓ સમજુતી કરી બાજુની નજીકની જે માધ્યમિક શાળા છે તેમાં જવા માટે પણ પ્રેરી શકો છો, સાથે સાથે વાલીઓને પણ વિનંતી કરવામાં આવી હતી કે, કોઈ શાળાની અંદર પ્રવેશની પ્રક્રિયા સંપુર્ણપણે પુરી થઈ છે અથવા તો ભરાઈ ગઈ છે તો બાજુની શાળામાં પણ પ્રવેશની કાર્યવાહી કરવા જણાવાયું છે. એમ. એન્ડ પી. હાઈસ્કુલની લેખિત રજુઆત દાહોદ જિલ્લા શિક્ષણાધિકારીને હજુ સુધી ન મળી નથી તેમ છતાંય શિક્ષણ નીરીક્ષણની ટીમને મોકલી આ બાબતે તપાસ કરાવી નિયમો અને નિષ્ઠાની કામગીરી ચોક્કસ કરાવીશુંનું આશ્વાસન પણ દાહોદ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આપવામાં આવ્યું હતું.

————————————

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!