Tuesday, 03/12/2024
Dark Mode

ફતેપુરા તાલુકાના પીપળીયામાં મૃતક પતિની જમીનમાં હિસ્સા સંબંધે બે પત્નીઓ વચ્ચે મારામારી થતા ગુનો નોંધાયો.

July 3, 2023
        540
ફતેપુરા તાલુકાના પીપળીયામાં મૃતક પતિની જમીનમાં હિસ્સા સંબંધે બે પત્નીઓ વચ્ચે મારામારી થતા ગુનો નોંધાયો.

બાબુ સોલંકી :- સુખસર

ફતેપુરા તાલુકાના પીપળીયામાં મૃતક પતિની જમીનમાં હિસ્સા સંબંધે બે પત્નીઓ વચ્ચે મારામારી થતા ગુનો નોંધાયો.

સુખસર પોલીસમાં બીજી પત્ની દ્વારા 28 મે-2023 ના રોજ સુલેહ ભંગ થતો અટકાવવા લેખિત ફરિયાદ આપી હતી.

એક માસના સમય બાદ પણ સુખસર પોલીસે કોઈ કાર્યવાહી નહીં કરતા દાહોદ ડી.એસ.પી સમક્ષ રજૂઆત છતાં અરજીની તપાસ કરવામાં આવી ન હતી.

પોલીસ દ્વારા સુલેહ ભંગ થતો અટકાવવા કોઈ કાર્યવાહી નહી કરાતાં મારામારી બાદ થતી કાર્યવાહી ગંભીર ગુના આચરવા પ્રેરણા રૂપ નથી.?

સુખસર,તા.3

ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કમજોર થતી જતી હોય વિવિધ ગુનાઓ આચરતા ગુનેગારોમાં નિડરતાનો સંચાર આગળ ધપી રહ્યો હોય તેવું જણાઇ રહ્યું છે.ક્યારેક સામાન્ય બાબતે પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપવામાં આવે છે જેને અઠવાડિયાઓ કે મહિનાઓ સુધી તપાસ નહીં કરાતા તેમજ ઉચ્ચ સ્તરે રજૂઆત કરવા છતાં ન્યાય અપાવવા ઉણા ઉતરતા સ્થાનિક તંત્ર ની બેદરકારીથી ગુન્હાનું સ્વરૂપ બદલાતા ગંભીરતા ધારણ કરે ત્યારબાદ જ કાયદાકીય કાર્યવાહી થતી હોવાની પંથકમાં ચર્ચાઓ ઊઠવા પામેલ છે.તેવોજ બનાવ ફતેપુરા તાલુકાના પીપળીયા ગામે બનવા પામેલ હોવાનું જાણવા મળે છે.

      પ્રાપ્તિ વિગતો મુજબ ફતેપુરા તાલુકાના પીપળીયા ગામના પારસિંગભાઈ ધનાભાઈ મછાર ગત ત્રણેક વર્ષ અગાઉ કુદરતી રીતે મરણ ગયેલ છે.જેઓને બે પત્ની નામે જીવલીબેન તથા ઇતલીબેન છે.અને આ બંનેને એક-એક પુત્ર છે.અને આ બંને પત્નીના પુત્રોને જમીન વિગેરેમાંથી અલગ-અલગ હિસ્સા આપી દેવામાં આવેલ છે.પરંતુ રસ્તા વાળી જમીન તરીકે ઓળખાતા ખેતરમાંથી ઈટલીબેનના પુત્ર ગોવિંદને ભાગ આપવામાં આવેલ ન હોય છેલ્લા એક વર્ષથી તકરાર ચાલી રહી છે.તે બાબતે સ્વ.પારસીંગભાઇ મછારની બીજી પત્ની ઇતલીબેન મછારે ગત 28 મે-2023 ના રોજ સુખસર પોલીસ સ્ટેશનમાં સુલેહ ભંગ થતો અટકાવવા લેખિત ફરિયાદ આપી હતી.સમય મર્યાદામાં તપાસ નહીં થતા ઈતલીબેને સુખસર પોલીસ સ્ટેશનમાં આવી બિટ જમાદારને પૂછ પરછ કરતાં બિટ જમાદાર ઇતલીબેન ઉપર ઉશ્કેરાઈ ગાળા ગાળી કરી પોલીસ કમ્પાઉન્ડની બહાર ધકેલી મુકતા ઇતલીબેને દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષકનો સંપર્ક કર્યો હતો. અને જ્યાંથી તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાનો આદેશ પણ કરવામાં આવ્યો હતો.છતાં સુખસર પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

        ત્યારબાદ આ તકરાર વાળી જમીનમાં જીવલીબેન મછાર રવિવારના રોજ મકાઈ ઓરવા ખેતરમાં ગયેલ હતા.તેવા સમયે ઇતલીબેન લાકડી લઈ તથા પુત્ર ગોવિંદ,પુત્રવધુ ઇન્દિરા બેન સહિત દક્ષાબેન પારગી ખેતરમાં દોડી આવ્યા હતા.અને જીવલીબેનને કહેવા લાગેલ કે,આ ખેતરમાં મકાઈ ઓરવી નહીં. તેમ જણાવતા જીવલીબેને જણાવેલ કે,આ જમીનમાં વર્ષોથી ખેતી કરું છું તમો કેમ ના પાડો છો?તેમ જણાવતા ઈતલીબેન મછારે તેના હાથમાંની લાકડી જીવલીબેન મછારને બારડાના ભાગે મારી દીધેલ.તેવા સમયે ગોવિંદ મછારે વિનુભાઈને શરીરે માર મારેલ. આ વખતે બુમાબૂમ કરતા ઇલાબેન છોડાવવા વચ્ચે પડતા ઇન્દિરાબેન તથા દક્ષાબેને માર મારેલ અને મા-બેન સમાણી ગાળો આપી આજે તો તમો બચી ગયા છો હવે પછી ખેતરમાં ઓરવા આવશો તો જાનથી મારી નાખીશુંની ધમકીઓ આપી એકબીજાની મદદગારી કરી હોવા બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.જીવલીબેન મછારને ઇજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.જોકે એક માસ અગાઉ સુલેહ ભંગ થતો અટકાવવા સુખસર પોલીસને લેખિત ફરિયાદ મળતા તેની તપાસ થઈ હોત તો આ બાબત મારામારી સુધી પહોંચી ન હોત!અને આવા સામાન્ય કિસ્સા માંથી ગંભીર ગુન્હા આચરવા મળતી પ્રેરણા ઉપર રોક લગાવવા પોલીસે સજાગતા રાખવી જરૂરી જણાય છે. 

 ઉપરોક્ત સંબંધે જીવલીબેન પારસિંગની ભાઈ મછારે સુખસર પોલીસમાં ફરિયાદ આપતા ઇતલી બેન પારસિંગભાઈ મછાર,ગોવિંદ પારસિગ ભાઈ મછાર,ઇન્દિરાબેન ગોવિંદ મછાર રહે.પીપળીયા તથા દક્ષાબેન અશ્વિનભાઈ પારગી રહે. ઘુઘસના ઓની વિરુદ્ધમાં મારામારી, સુલેભંગ,જાનથી મારી નાખવાની ધમકી અને મદદગારી સંબંધે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!