
યાસીન ભાભોર :- ફતેપુરા
સાંસદ ના અધ્યક્ષ સ્થાને અને ધારાસભ્ય અને DDO ની ઉપસ્થિતિમાં 20 ફેબ્રુઆરીએ ફતેપુરા ખાતે આઇટીઆઇના મેદાનમાં ફતેપુરા અને સંજેલી તાલુકાના પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણના લાભાર્થીઓ માટે લાભાર્થી સંમેલનનું આયોજન કરાયું
તારીખ 20 મી ફેબ્રુઆરીએ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે આવેલ આઈટીઆઈ માં ફતેપુરા અને સંજેલી તાલુકાના 1000 થી વધુ લાભાર્થીઓને દાહોદ લોકસભા મત વિસ્તારના સાંસદ જશવંતસિંહ ભાભોર ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય રમેશ કટારા અને દાહોદ જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે વર્ક ઓર્ડરો અને બાંધકામ મંજૂરીના ઓર્ડરો આપીને પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણનો બાંધકામનો શુભારંભ કરાવવામાં આવશે.
આ લાભાર્થી સંમેલન દાહોદ લોકસભા મતવિસ્તારના સાંસદ જશવંતસિંહ ભાભોર ના અધ્યક્ષ સ્થાને અને ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય રમેશ કટારા,દાહોદ જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારી અને ડીઆરડીએ ડાયરેક્ટરની ઉપસ્થિતિમાં તેમજ ફતેપુરા તાલુકા પંચાયત પ્રમુખ અને ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીની વિશેષ ઉપસ્થિતિમાં ફતેપુરા આઇ કે દેસાઈ હાઈસ્કૂલની પાછળ આવેલ આઈટીઆઈ ના મેદાનમાં 20 ફેબ્રુઆરી 2023 અને સોમવારના રોજ બપોરે 2 વાગ્યે યોજાશે.
આ લાભાર્થી સંમેલનમાં ફતેપુરા તાલુકા પંચાયત કચેરીના વિવિધ અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ ફતેપુરા અને સંજેલી તાલુકાના વિવિધ હોદ્દેદારો ઉપસ્થિત રહેશે.