
શબ્બીર સુનેલવાલ :- ફતેપુરા
મહાશિવરાત્રી પર્વ નિમિત્તે શિવ સંદેશ યાત્રા નગરના વિવિધ માર્ગો પર ફરી..
પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ફતેપુરા દ્વારા શિવ સંદેશ યાત્રા કાઢવામાં આવેલી હતી
ફતેપુરા તા.18
આજરોજ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા નગરમાં મહાશિવરાત્રી પર્વ નિમિત્તે અખિલ ગુજરાત શિવ જયંતિ મહોત્સવ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરે વિશ્વવિદ્યાલય ફતેપુરા દ્વારા શિવ સંદેશ યાત્રા બ્રહ્માકુમારી નીતા દીદી ની આગેવાની હેઠળ કાઢવામાં આવેલ હતી જેમાં કલિયુગ જા રહા હૈ સતયુગ આ રહા હૈ સબકા માલિક કોણ હૈ એક શિવ પરમાત્મા પતિત પાવન કોણ હે એક શિવ પરમાત્મા. જેવા પ્લેબોર્ડ હાથમાં લઇ ભક્તોજનો દ્વારા શિવ સંદેશ યાત્રા નગરના વિવિધ બજારોમાં ફરેલ હતી..