
યાસીન ભભોર/શબ્બીર સુનેલવાલા :- ફતેપુરા
ફતેપુરા પોલીસ સ્ટેશનમાંથી પોલીસ દ્વારા આયોજિત લોન મેળામાં લાભાર્થીઓને લઈ જવામાં આવ્યા…
દાહોદ જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર ફતેપુરા પોલીસ સ્ટેશન થી પચાસથી વધુ લાભાર્થીઓ લઈ જવામાં આવ્યા
દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ મુકામે આવેલ જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા આયોજિત લોન મેળામાં ફતેપુરા પોલીસ સ્ટેશન થી ફતેપુરા પીએસઆઇ જીકે ભરવાડ ની આગેવાની હેઠળ 50 થી વધુ લાભાર્થીઓને ફતેપુરા પોલીસ દ્વારા આજરોજ દાહોદ જિલ્લા પોલીસ હેડકવાર્ટર ખાતે લઇ જવામાં આવ્યા જ્યાં દાહોદ જિલ્લા પોલીસ દ્વારા વ્યાજબી દરે લોકોને લોન મળી રહે તે માટે તમામ નાગરિક બેંકો તથા ખાનગી અને સરકારી બેંકો ના કેમ્પ નું આયોજન કરવામાં આવેલ હતુ