બાબુ સોલંકી, સુખસર
ફતેપુરા તાલુકાના આસપુર પ્રાથમિક શાળા તથા નાલંદા પબ્લિક સ્કૂલ મકવાણાના વરુણા ખાતે માતૃ-પિતૃ પૂજન કાર્યક્રમ રાખવામાં આવ્યો.
શાળાના બાળકો દ્વારા માતા-પિતાનું પૂજન કરી માતૃ પિતૃ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.
મકવાણાના વરુણા નાલંદા પબ્લિક સ્કૂલમાં બે મિનિટનું મૌન પાળી પુલવામાં એટેકમા શહીદ થયેલા શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી.
સુખસર તા.14
આજરોજ 14 ફેબ્રુઆરીના રોજ વિવિધ પ્રાથમિક શાળાઓમાં માતૃ પિતૃ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.તેવી જ રીતે નાલંદા પબ્લિક સ્કૂલ મકવાણા વરુણા (સુખસર) પુલવામાં આતંકી હુમલામાં શહીદ થયેલ વીર બહાદુર જવાનોને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.તથા બાળકોને સારા સંસ્કાર મળે અને માતા-પિતાના આશીર્વાદ મળે તે ભાવથી માતાશ્રી તથા પિતાશ્રીની પૂજા વિધિ કરીને માતૃ-પિતૃ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
14 મી ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઈન દિવસ સમગ્ર ભારતમા પચ્ચિમી સંસ્કૃતિના ઉત્સવ પાછળ મૂકી પ્રેમ ના ગીતો ગાવામાં આવે છે. ત્યારે શ્રી આદિજાતિ વિકાસ સેવા મંડળ મારગાળા સંચાલિત નાલંદા પબ્લિક સ્કૂલના આચાર્યા નીરૂબેન.કે. મુનિયા મેડમ દ્વારા શાળા કેમ્પસમાં વેલેન્ટાઈન દિવસના બદલે આજનો દિવસ 14 ફેબ્રુઆરી બ્લડ ડે શા માટે ઉજવવામાં આવે છે? તે વિષે બાળકોને પૂરતી માહિતી આપી આપણા સ્વાતંત્ર સેનાની ભગતસિંહને 14 મી ફેબ્રુઆરીના રોજ ફાંસી આપવામાં આવી હતી.તેમજ પુલવા એટેકમાં 60 જેટલા જવાન શહીદ થયા તેની યાદમાં શાળા પટાંગણમાં તેમજ શાળાના વર્ગખંડમાં આજના દિવસ નિમિત્તે બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.અને શાળાના શિક્ષક મિત્રો દ્વારા આજનો દિવસ વેલેન્ટાઇન એક ન્યુસન્સ સ્વરૂપ છે,તેના વિશે માહિતી આપી અને વિદ્યાર્થીઓ આ તરફ પ્રેરાય નહીં તે રીતે પ્રેરણા આપવામાં આવી હતી.તથા બાળકોને સારા સંસ્કાર મળે અને માતા-પિતાના આશીર્વાદ મળે તે ભાવનાથી માતાશ્રી તથા પિતાશ્રીની પૂજા વિધિ કરીને માતૃ પિતૃ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
ફતેપુરા તાલુકાના આસપુર ગામે આસપુર પ્રાથમિક શાળામાં 14 મી ફેબ્રુઆરી નિમિત્તે બાળકોમાં સુસંસ્કારોનું સિંચન થાય એ ભાવ સાથે માતૃ-પિતૃ પૂજન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.જેમાં મોટી સંખ્યામાં શાળાના બાળકો,વાલીઓ અને ગ્રામજનો જોડાયા હતાં.સ્ટાફ પરિવારના સહયોગથી આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.ફતેપુરા તાલુકા ગાયત્રી પરિવારમાંથી રામાભાઈ પ્રજાપતિ,નંદુબેન અશ્વિનભાઈ અમલીયાર જોડાયા હતા.અને કાર્યક્રમની સંપૂર્ણ પૂજા વિધિ કરાવવામાં આવી હતી.શાળાના આચાર્યએ કાર્યક્રમની મહત્વતા સમજાવી હતી.અને કાર્યક્રમને સફળ બનાવવા બદલ સૌનો આભાર માની માતૃ-પિતૃ પૂજન કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.