શબ્બીરભાઈ સુનેલવાલા :- ફતેપુરા
અવધ એક્સપ્રેસમાં રિઝર્વેશન ડબ્બામાં લોકલ ડબ્બા જેવા પેસેન્જરનો ભરાવો થતા અગવડ…
રિઝર્વેશન પેસેન્જરોને વેટિંગ અને લોકલ ટિકિટના પેસેન્જર અને રિઝર્વેશન કરેલ ટિકિટના ટિકિટના પેસેન્જર વચ્ચે ઝકમક
ફતેપુરા તા.12
રેલવે વિભાગ દ્વારા રેલવેમાં મુસાફરી કરતા મુસાફરોને વિવિધ જાતની સેવાઓ આપવામાં આવતી હોય છે પરંતુ અવધ એક્સપ્રેસમાં જોવામાં આવ્યું કે રિઝર્વેશન ડબ્બામાં ડબ્બામાં વેટિંગ લિસ્ટ ના મુસાફરો અને લોકલ ટિકિટ લઈને બેઠેલા મુસાફરો પણ બેસી જતા રિઝર્વેશન ડબ્બામાં લોકલ ડબ્બાના પેસેન્જર જેવો માહોલ જોવા મળતો હતો એક એક મહિના અગાઉ રિઝર્વેશન કરેલા મુસાફરોને ભારે હાડમારી વેઠવી પડે છે રિઝર્વેશન ડબ્બામાં લોકલ ટિકિટ લઈને બેઠેલા મુસાફરોને રેલવેના રેલવેના કર્મચારી દ્વારા દંડ ફટકારી દંડ પહોંચ આપતા આવા મુસાફરોને કોઈપણ જાતની સીટની ફાળવણી કરવામાં નહીં આવતા દંડ કરાયેલા મુસાફરો અને વેઇટિંગ લિસ્ટ ના મુસાફરો રિઝર્વેશન ટિકિટ કરેલ મુસાફરોની સીટો પર દાદાગીરી કરીને બેસી જતા ગાળા ગળી કરી લડાઈ ઝઘડા નો માહોલ સર્જાયા હતા એક એક મહિના અગાઉ ટિકિટ રિઝર્વેશન કરેલ મુસાફરો ઊંઘી શકેલા ના હતા કે પોતાની સીટ પર વ્યવસ્થિત બેઠી નહીં શકતા અને પોતાનું સ્ટેશન આવતા ઉતરવામાં પણ ભાડે હાડ મારી વેથવાનો વારો આવ્યો હતો દરવાજા આગળ જ માલ સામાન મૂકી દેતા અને દરવાજો જલ્દીથી નહીં ખુલતા મુસાફરો ખૂબ જ હેરાન થઈ જવા પામ્યા હતા રિઝર્વેશન ડબ્બામાં મુસાફરો ઉપરાંત અન્ય મુસાફરો મુસાફરી કરતા મહિના અગાઉ રિઝર્વેશન કરાયેલ મુસાફરોને રિઝર્વેશન ટિકિટ કરાયેલો કોઈ પણ જાતનો લાભ મળવો અશક્ય થઈ પડેલો હતો.