
ફતેપુરાના હડમત ખાતે યોજાયેલ ગ્રામ સભામાં ડેપ્યુટી સરપંચના પતિ સહિત તેના પુત્રોએ ગ્રામ સભામાં હાજર નાગરિકને ફટકાર્યો..
ફતેપુરા તા.19
ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામ પંચાયતો દ્વારા યોજાતી ગ્રામ સભાઓ દ્વારા પ્રજાને પીડતા વિવિધ પ્રશ્નોને વાંચા આપવા અને તેના નિરાકરણ માટે સાથે- સાથે ગામના વિકાસને વેગ આપવા માટે મહત્વનો ફાળો ધરાવે છે.અને યોજાતી ગ્રામ સભામાં ગામના તમામ નાગરિક ગ્રામસભાના સભ્ય હોય છે અને આ સભામાં ગામનો કોઈપણ સભ્ય નિષ્પક્ષ પણે કોઈપણ જાતની રોકટોક વિના હાજર રહી શકે છે.તેવી જ રીતે આજરોજ ફતેપુરા તાલુકાના હડમત ગ્રામ પંચાયત દ્વારા ગ્રામસભા નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ગામના એક વૃદ્ધ દ્વારા ગ્રામસભામાં હાજરી આપતા ડેપ્યુટી સરપંચના પતિ સહિત તેના બે પુત્રો દ્વારા વૃદ્ધ સાથે મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા તેની સુખસર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના હડમત ગ્રામ પંચાયત દ્વારા આજરોજ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.તેમજ ગ્રામ પંચાયત કાર્યાલયના અભાવે આ ગ્રામ સભા ગામના કચરાભાઈ વીરજીભાઈ ચારેલના રહેણાંક મકાન ઉપર રાખવામાં આવેલ હતી. જ્યાં ગામના અન્ય નાગરિકો હાજર હતા ત્યાં હડમતના ગળી ફળિયામાં રહેતા તેરસિંગભાઈ કોયાભાઈ ચારેલ આજરોજ સવારના ૧૦ઃ૦૦ વાગ્યાના અરસામાં ગ્રામસભામાં હાજરી આપવા માટે ગયા હતા જાે કે આ ગ્રામ સભામાં નિયત કરેલ અધિકારીઓ ગેરહાજર હોય તલાટી કમ મંત્રી તથા ગ્રામજનો દ્વારા ગ્રામ સભાનું સંચાલન કરવામાં આવ્યુું હોવાનું પણ જાણવા મળે છે તેવા સમયે ડેપ્યુટી સરપંચના પતિ પારસિંગભાઈ ભુરાભાઈ ચારેલ તથા તેમના બે પુત્રો નામે મંગળાભાઈ તથા કાંતીભાઈનાઓ પણ હાજર હતા તે દરમિયાન મંગળાભાઈ પારસીંગભાઈ ચારેલે તેરસિંગભાઈ ચારેલને પકડી લઈ જણાવેલ કે,તું આ ગ્રામ સભામાં કેમ આવ્યો?તેમ જણાવી મારામારી કરવા લાગેલ તેવા જ સમયે પારસિંગભાઈ ચારેલે દોડી આવી જાનથી મારી નાખવાની ધમકીઓ આપેલ.જ્યારે કાંતિભાઈ ચારેલે તેરસિંગભાઈ ચારેલ ને બિભિત્સ ગાળો આપી મારામારી કરવાની કોશિશ કરતા ગ્રામ સભામાં હાજર અન્ય લોકોએ દોડી આવી તેને પકડી લેતા તેરસિંગભાઈ ચારેલ તેઓની વધુ માર માંથી બચવા ભાગી છુટ્યા હોવા બાબતે તથા હડમત ગ્રામ સભામાં પોતાને તથા ગ્રામજનોમાં ધાક જમાવવાના ઈરાદાથી ડેપ્યુટી સરપંચના પતિ તથા તેના પુત્રોએ મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ગયેલ હોવા બાબતે તેરસિંગભાઈ કોયાભાઈ ચારેલે સુખસર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી હોવાનું જાણવા મળે છે.